________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ / સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૮૯
આ પ્રકારે બંનેની સમાન શુદ્ધિ થયે છતે પુરુષનું કૈવલ્ય ઉત્પન્ન થાય છે અર્થાત્ પુરુષનો મોક્ષ થાય છે. |3-પપી
ભાવાર્થ :
વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનથી ફળપ્રાપ્તિ :
વિવેકથી ઉત્પન્ન થયેલા તે જ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્યથી કૈવલ્ય કેવલપણું, થાય છે.
આશય એ છે કે જયારે યોગીને તે તારકજ્ઞાન પ્રગટે છે, તે પ્રગટ્યા પછી ઉપચરિત ભોગના અભાવરૂપ પુરુષની શુદ્ધિ થાય છે, અને સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી સત્ત્વના સ્વકારણરૂપ જે પ્રકૃતિ છે, તેમાં સત્ત્વનો અનુપ્રવેશ થવાથી સત્ત્વની શુદ્ધિ થાય છે, તેથી પુરુષ પ્રકૃતિથી મુકાય છે, માટે પ્રકૃતિ રહિત એવો કેવલ પુરુષ બને છે અર્થાત્ પુરુષ મુક્ત બને છે. વિશેષાર્થ :
સંસારવર્તી જીવો દેહ સાથે પોતાનો અભેદ માને છે, તેથી દેહથી પોતે ભોગ કરે છે, તેવી ઉપચરિત બુદ્ધિ વર્તે છે; અને તે બુદ્ધિને પોતે આ કૃત્યો કરે છે અને પોતે આ ભોગ કરે છે, એ પ્રકારનું કર્તુત્વનું અભિમાન થાય છે; અને પુરુષના અને પ્રકૃતિના ભેદથી થયેલું જે વિવેકવાળું જ્ઞાન છે, તે જ્ઞાન જયારે પ્રકર્ષવાળું થાય છે, ત્યારે દેહાદિથી થતા ભાવો સાથે પુરુષ સંશ્લેષ વગરનો બને છે, તેથી ઉપચરિત ભોગનો અભાવ પ્રાપ્ત થાય છે ત્યારે, દેહથી થતાં કૃત્યોમાં બુદ્ધિને કર્તુત્વનું અભિમાન દૂર થાય છે, તેથી ચરિતાર્થ થયેલી બુદ્ધિ પ્રકૃતિમાં વિશ્રાંત પામે છે, અને પ્રકૃતિ સાથે પુરુષના સંબંધનો વિયોગ થાય છે, તેથી પુરુષ મુક્ત બને છે. ll૩-પપII પાતંજલયોગસૂત્રના ત્રીજા પાદ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[य.] व्याख्या-अत्रेदं चिन्त्यम्-ऐश्वर्यं लब्धिरूपं न समाधिरूपसंयमजन्यं, वैचित्र्यप्रतियोगिनस्तस्य विचित्रक्षयोपशमादिजन्यत्वात्, एकत्र त्रयरूपस्य च संयमस्य चित्तस्थैर्य एवोपयोगो बाहुल्येन, आत्मद्रव्यगुणपर्यायगुणस्य च तस्य शुक्लध्यानशरीरघटकतया कैवल्यहेतुत्वमपि, ईश्वरस्यानीश्वरस्य वा विवेकजज्ञानवतस्तदभाववतो (वा) “सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम्" इत्यप्ययुक्तम्, विवेकजं केवलज्ञानमन्तरेणोक्तशुद्धिसाम्यस्यैवानुपपत्तैः, "दग्धक्लेशबीजस्य ज्ञाने पुनरपेक्षा नास्ति' इत्युक्तेर्नियुक्तिकत्वादात्मदर्शनप्रतिबन्धकस्यैव कर्मणः केवलज्ञानप्रतिबन्धकत्वेन तदपगमे तदुत्पत्तेरवर्जनीयत्वान्निष्प्रयोजनस्यापि फलरूपस्य तस्य स( स्व )स्वसामग्रीसिद्धत्वात्, न हि प्रयोजनक्षतिभिया सामग्री कार्यं नार्जयतीति । तदिदमुक्तम्