________________
૮૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૪-૫૫ આનાથી એ ફલિત થાય છે કે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન – (૧) યોગીને સંસારસાગરથી તારનાર છે, (૨) સંસારમાં વર્તતા મહદાદિ સર્વવિષયોવાળું છે અને
(૩-૪) તે મહદાદિ સર્વ વિષયોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળને આશ્રયીને એક સાથે ગ્રહણ કરનાર છે. 3-૫૪ll અવતરણિકા:
अस्माच्च विवेकजात् तारकाख्याज्ज्ञानात् किं भवतीत्याह - અવતરણિકાઈ:
આ વિવેકથી ઉત્પન્ન થયેલા તારક નામના જ્ઞાનથી શું થાય છે અને કહે છે – સૂત્ર :
सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् ॥३-५५॥ સૂત્રાર્થ :
સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં અર્થાત્ સત્વની અને પુરુષની સમાન શુદ્ધિમાં કૈવલ્ય-પુરુષનો મોક્ષ, થાય છે. 13-પપી ટીકા : ___ 'सत्त्वेति'-सत्त्वपुरुषावुक्तलक्षणौ तयोः शुद्धसाम्ये कैवल्यं, सत्त्वस्य सर्वकर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेऽनुप्रवेशः शुद्धिः, पुरुषस्य शुद्धिरुपचरितभोगाभाव इति द्वयोः समानायां शुद्धौ पुरुषस्य कैवल्यमुत्पद्यते मोक्षो भवतीत्यर्थः ॥३-५५॥ ટીકાર્ય :
સત્ત્વપુરુષ .... રૂત્યર્થ કહેવાયેલા લક્ષણવાળા સત્ત્વ અને પુરુષ એ બેની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય પુરુષનું કેવલપણું, થાય છે.
સત્ત્વ અને પુરુષની શુદ્ધિ શું છે? તે સ્પષ્ટ કરે છે –
સત્ત્વની સર્વકર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી સ્વકારણમાં અનુપ્રવેશ શુદ્ધિ છે બુદ્ધિરૂપ સત્ત્વમાં જે કર્તુત્વનું અભિમાન હતું તે સર્વકતૃત્વના અભિમાનની નિવૃતિ થવાથી બુદ્ધિના સ્વકારણરૂપ પ્રકૃતિમાં સત્ત્વરૂપ બુદ્ધિનો અનુપ્રવેશ એ સત્ત્વની શુદ્ધિ છે.
ઉપચરિત ભોગનો અભાવ પુરુષની શુદ્ધિ છે=બુદ્ધિમાં પ્રતિબિંબિત પુરુષ હોવાના કારણે બુદ્ધિના ભોગનો પુરુષમાં જે ઉપચાર થતો હતો તે બુદ્ધિ પ્રકૃતિમાં લય થવાથી પુરુષનો ઉપચરિત ભોગાભાવ પ્રાપ્ત થાય છે તે પુરુષની શુદ્ધિ છે.