________________
૯૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
ધ્યાન અને સમાધિરૂપ સંયમનો, બહુલતાએ ચિત્તથૈર્યમાં જ ઉપયોગ છે અને આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ગુણ છે અર્થાત્ લાભ છે જેને એવા તેનું-ચિત્તસ્મૈર્યનું, શુક્લધ્યાનરૂપ શરીરના ઘટપણાથી કૈવલ્યમાં હેતુપણું પણ છે અર્થાત્ વિચિત્ર પ્રકારની લબ્ધિરૂપ ઐશ્વર્યમાં હેતુપણું તો છે પરંતુ કૈવલ્યમાં પણ હેતુપણું છે.
ભાવાર્થ :
પાતંજલદર્શનકારે વિભૂતિપાદમાં પ્રથમ ધારણા, ધ્યાન અને સમાધિનું સ્વરૂપ બતાવ્યું અને આ ત્રણ રૂપ સંયમ જુદા જુદા વિષયમાં કરવાથી જુદા જુદા પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તેમ પાતંજલયોગસૂત્ર ૩-૫૪ સુધી બતાવ્યું તે વિષયમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
પાતંજલદર્શનકારે બતાવેલ વિચિત્રપ્રતિયોગી એવા લબ્ધિરૂપ ઐશ્વર્યો વિચિત્રક્ષયોપશમાદિ જન્ય :
પાતંજલદર્શનકારે બતાવેલું ઐશ્વર્ય એ ક્ષયોપશમભક્તાદિની લબ્ધિરૂપ છે અને આ ક્ષયોપશમભાવાદિની લબ્ધિ સમાધિરૂપ સંયમથી જન્ય નથી અર્થાત્ કોઈક વિષય ઉપર ચિત્તને ધારણ કરવામાં આવે ત્યારપછી ધ્યાન વગેરે આવે અને તેના ફળરૂપે સમાધિ પ્રગટે તે સમાધિરૂપ સંયમથી જન્ય નથી. તેમાં યુક્તિ બતાવે છે
પાતંજલદર્શનકારે બતાવેલા ઐશ્વર્યો વિચિત્ર પ્રકારના છે અને તે સર્વ વિચિત્ર પ્રકારના ઐશ્વર્યો પ્રત્યે વિચિત્ર પ્રકારના ક્ષયોપશમ, ઉપશમ કે ઉદય કારણ છે.
આશય એ છે કે જે જીવોને જે પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે તે પ્રકારની જ્ઞાનાદિની લબ્ધિ થાય છે. જેમ-કેટલાક જીવોને પક્ષીની ભાષાનું સહજ જ્ઞાન હોય છે, તેમણે સમાધિરૂપ સંયમમાં કોઈ પ્રકારે યત્ન કર્યો નથી છતાં તે લબ્ધિ થઈ છે, તેથી નક્કી થાય છે કે સમાધિરૂપ સંયમથી જન્ય ઐશ્ચર્ય નથી પરંતુ જે જે પ્રકારની જે જે લબ્ધિઓ છે તેને અનુરૂપ તે તે પ્રકારના કર્મોનો ક્ષયોપશમાદિ તે તે લબ્ધિઓ પ્રત્યે કારણ છે.
–
અહીં ‘વૈશ્વિઋપ્રતિયોગિનઃ' કહ્યું છે તેથી એ પ્રાપ્ત થાય છે કે જેમ-વીરભગવાનની મૂર્તિ હોય તો તે વીરપ્રતિયો।િ પ્રતિમા કહેવાય અને ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ હોય તો વૈશ્વિઋપ્રતિયોગિજ આ પ્રતિમાઓ છે એમ કહેવાય છે અર્થાત્ કોઈ પ્રતિમાના પ્રતિયોગી વીર છે તો અન્યના પ્રતિયોગી ઋષભ વગે૨ે છે માટે તે પ્રતિમાઓ વૈશ્વિઋપ્રતિયોગિ કહેવાય છે, તેમ પાતંજલદર્શનકારે વર્ણન કરેલું ઐશ્વર્ય એક પ્રકા૨નું નથી પણ અનેક પ્રકારનું છે, તેથી વૈશ્વિઋપ્રતિયોગિ કહેવાય છે અને જે પ્રકારનું વૈવિધ્યપ્રતિયોગિક ઐશ્વર્ય છે તે પ્રકારના વિચિત્ર ક્ષયોપશમાદિથી જન્ય તે ઐશ્વર્યો છે.
અહીં પ્રશ્ન થાય છે કે તો પછી સંયમ શામાં ઉપયોગી છે ? તેથી કહે છે
-