________________
૮૪
અવતરણિકા :
अस्यैव संयमस्य विषयविवेकोपक्षेपणायाऽऽह
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૨-૫૩
અવતરણિકાર્ય :
આજ સંયમના વિષયવિવેક્ના ઉપક્ષેપ માટે કહે છે
સૂત્ર :
जातिलक्षणदेशैरन्यतानवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः ॥३-५३॥
સૂત્રાર્થ :
જાતિ, લક્ષણ અને દેશ વડે અન્યપણાના અનવચ્છેદથી તુલ્ય એવા બે પદાર્થોમાં તેનાથી=સંયમથી, પ્રતિપત્તિ થાય છે અર્થાત્ ભેદનો નિર્ણય થાય છે. II3-૫૩II
–
ટીકા ઃ
'जातीति' - पदार्थानां भेदहेतवो जातिलक्षणदेशा भवन्ति, क्वचिद्भेदहेतुर्जातिः यथा गौरियं महिषीयमिति, जात्या तुल्ययोर्लक्षणं भेदहेतुः इयं कर्बुरेयमरुणेति, जात्या लक्षणेन चाभिन्नयोर्भेदहेतुर्देशो दृष्टः, यथा तुल्यपरिमाणयोरामलकयोभिन्नदेशस्थितयोः, यत्र पुनर्भेदोऽवधारयितुं न शक्यते यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परमाण्वोस्तथाविधे विषये भेदाय कृतसंयमस्य भेदेन ज्ञानमुत्पद्यते तदा तदभ्यासात् सूक्ष्माण्यपि तत्त्वानि भेदेन प्रतिपद्यते । एतदुक्तं भवति-यत्र केनचिदुपायेन भेदो नावधारयितुं शक्यस्तत्र संयमाद्भवत्येव મેપ્રતિપત્તિ: ।ારૂ-બા
આ કહેવાયેલું થાય છે
પ્રતિપત્તિ=ભેદનો બોધ, થાય છે જ. II૩-૫૩||
ટીકાર્ય :
પવાર્થીનાં છે.....' . મેવપ્રતિપત્તિ: પદાર્થોના ભેદના હેતુઓ-કારણો, જાતિ, લક્ષણ અને દેશ છે. કોઈક ઠેકાણે ભેદનો હેતુ જાતિ છે, જેમ-આ ગાય, આ ભેંસ એ પ્રમાણે જાતિથી ભેદ પ્રાપ્ત થાય છે, જાતિથી તુલ્ય એવા બેમાં લક્ષણ ભેદનો હેતુ છે, જેમ-આ ક્બર છે, આ લાલ છે એ પ્રમાણે તેમનો વર્ણ ભેદનો હેતુ છે, જાતિ અને લક્ષણથી અભિન્ન એવા બેમાં ભેદનો હેતુ દેશ જોવાયેલો છે, જેમતુલ્ય પરિણામવાળા આમળાના ભેદનો હેતુ ભિન્ન દેશ છે, જ્યાં વળી ભેદ અવધારણ કરવા માટે શક્ય નથી, જે પ્રમાણે એક દેશમાં રહેલા શુક્લ એવા બે પાર્થિવ પરમાણુઓમાં ભેદ કરવો શક્ય નથી, તેવા પ્રકારના વિષયમાં ભેદ માટે કરાયેલ સંયમવાળા યોગીને ભેદથી અર્થાત્ તે બે પરમાણુઓના ભેદથી જ્ઞાન ઉત્પન્ન થાય છે-બે પરમાણુ ભિન્ન છે તેવું જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તેના અભ્યાસથી સૂક્ષ્મ પણ તત્ત્વો ભેદથી પ્રાપ્ત થાય છે.
-
જ્યાં કોઈ ઉપાય વડે ભેદ કરવા માટે શક્ય નથી ત્યાં સંયમથી ભેદની