________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૯-૫૦ વળી અન્યતાખ્યાતિને કારણે સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે, તે સ્પષ્ટ કરે છે -- ગુણપરિણામવાળા એવા સર્વ ભાવોને તે યોગી સ્વામીની જેમ આક્રમણ કરી શકે તેવું અધિષ્ઠાતૃપણું થાય છે. ll૩-૪૯ અવતરણિકા :
क्रमेण भूमिकान्तरमाह - અવતરણિતાર્થ :
ક્રમ વડે અન્ય ભૂમિકાને કહે છે –
સૂત્ર :
तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥३-५०॥ સૂત્રાર્થ :
તેમાં પણ વૈરાગ્યથી વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્યથી, દોષબીજનો ક્ષય થયે છતે સમસ્ત દોષોનું બીજ=કારણ, અવિધા આદિનો ક્ષય થવાથી કૈવલ્ય આત્યંતિક દુઃખનિવૃત્તિ, થાય છે. Il3-૫oll ટીકા:
'तदिति'-तस्यामपि विशोकायां सिद्धौ यदा वैराग्यमुत्पद्यते योगिनस्तदा तस्माद्दोषाणां रागादीनां, यद् बीजमविद्यादयः, तस्य क्षये-निर्मूलने, कैवल्यमात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य गुणानामधिकारपरिसमाप्तौ स्वरूपप्रतिष्ठत्वम् ॥३-५०॥ ટીકાર્ય :
તથાપિ .... સ્વરૂપપ્રતિષ્ઠિત્વમ્ II તે વિશોક નામની સિદ્ધિમાં પણ જ્યારે યોગીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ત્યારે તે વૈરાગ્યની ભાવનાથી રાગાદિ દોષોના અવિદ્યા આદિ બીજ છે=કારણ છે તે બીજનો ક્ષય થયે છતે મૂલરહિત થયે છતે, કેવલ્ય આત્યંતિક દુ:ખનિવૃત્તિ, થાય છે ગુણોના અધિકારની પરિસમાપ્તિ થયે છતે પુરુષનું સ્વરૂપમાં પ્રતિષ્ઠાણું થાય છે અર્થાત્ પુરુષની સ્વરૂપમાં પ્રતિષ્ઠા કૈવલ્ય છે. ll૩-૫oll.
ભાવાર્થ :
વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપપ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ ઃ
સંસારી જીવોને જે જ્ઞાનસ્વરૂપ અનુભવ દેખાય છે તે બુદ્ધિ છે, અને પુરુષ એ આત્મા છે. તે બંને ભિન્ન હોવા છતાં સંસારી જીવોને સત્ત્વરૂપ બુદ્ધિ જ હું પુરુષ છું તેવો બોધ હોય છે, અને યોગીને