________________
o૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૮-૪૯ (૩) ઇન્દ્રિયજયનું ફળ-પ્રકૃતિનો જય :
ઇન્દ્રિયોનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો, જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. ll૩-૪૮ અવતરણિકા:
इन्द्रियजयमभिधायान्तःकरणजयमाह - અવતરણિકાર્ય :
ઇન્દ્રિયજયને ક્વીને અંત:કરણજયને મનના જયને, કહે છે – સૂત્રઃ
सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ॥३-४९॥ સૂત્રાર્થ :
સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાબવાળા પુરુષને સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું પ્રાપ્ત થાય છે. ૩-૪૯II ટીકા :
'सत्त्वेति'-तस्मिन् शुद्ध सात्त्विके परिणामे कृतसंयमस्य या सत्त्वपुरुषयोरुत्पद्यते विवेकख्यातिर्गुणानां कर्तृत्वाभिमानशिथिलीभावरूपा तन्माहत्म्यात्तत्रैव स्थितस्य योगिनः सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च समाधेर्भवति । सर्वेषां गुणपरिणामानां भावानां स्वामिवदाक्रमणं सर्वभावाधिष्ठातृत्वं, तेषामेव च शान्तोदिताव्यपदेश्यर्मित्वेनावस्थितानां यथावद्विवेकज्ञानं सर्वज्ञातृत्वम्, एषां चास्मिन् शास्त्रे परस्यां वशीकारसज्ञायां प्राप्तायां विशोका नाम सिद्धिरित्युच्यते ॥३-४९॥ ટીકાર્ય :
તસ્મિન્ .... મવતિ ા તે શુદ્ધ સાત્ત્વિક પરિણામમાં કરાયેલ સંયમવાળા યોગીને જે સત્ત્વ અને પુરુષની વિવેકખ્યાતિ=ગુણોના કર્તુત્વના અભિમાનના શિથિલભાવરૂપ વિવેકખ્યાતિ, ઉત્પન્ન થાય છે. તેના માહાભ્યથી વિવેકખ્યાતિના માહાભ્યથી, ત્યાં જ રહેલા યોગીને સ્થાનાંતર ગમન કર્યા વગર ત્યાં જ રહેલા યોગીને, સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું સમાધિથી થાય છે. સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું શું છે ? તે સ્પષ્ટ કરે છે –
સર્વેષાંતે સર્વ ગુણપરિણામરૂપ ભાવોનું સ્વામીની જેમ આક્રમણ સર્વભાવ અધિષ્ઠાતૃપણું છે અને શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મિપણાથી અવસ્થિત રહેલા એવા, તેઓનું સર્વગુણ