________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૮ વિકરણભાવ કાયાથી નિરપેક્ષ ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ, અને પ્રધાનજય સર્વવશિપણું (થાય છે.) Il3-૪૮ ટીકા : _ 'तत इति'-शरीरस्य मनोवदनुत्तमगतिलाभो मनोजवित्वम्, कायनिरपेक्षाणामिन्द्रियाणां वृत्तिलाभो विकरणभावः, सर्ववशित्वं प्रधानजयः, एताः सिद्धयो जितेन्द्रियस्य प्रादुर्भवन्ति, ताश्चास्मिन् शास्त्रे मधुप्रतीका इत्युच्यन्ते , यथा मधुन एकदेशोऽपि स्वदत एवं प्रत्येकमेताः सिद्धयः स्वदन्त इति मधुप्रतीकाः ॥३-४८॥ ટીકાર્ય :
શરીર....મધુપ્રતીક્ષા: મનની જેમ શરીરની અનુત્તમગતિનો લાભ મનોજવિપણું છે, કાયાથી નિરપેક્ષ ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ વિકરણભાવ છે, સર્વવશિપણું પ્રધાનજય છે.
આ સિદ્ધિઓ જિતેન્દ્રિયને પ્રાદુર્ભાવ થાય છે, આ શાસ્ત્રમાં તે સિદ્ધિઓ મધુપ્રતીકા એ પ્રમાણે કહેવાય છે, જે પ્રમાણે મધના એક દેશને સ્વાદ કરતો પુરુષ મધુપ્રતીક કહેવાય છે મધ ખાનારો કહેવાય છે. એ રીતે સૂત્રમાં બતાવેલી ત્રણ સિદ્ધિઓમાંથી પ્રત્યેક એવી આ સિદ્ધિઓનો સ્વાદ કરતો પુરુષ મધુપ્રતીક કહેવાય છે. ll૩-૪૮ ભાવાર્થ : (૧) ઇન્દ્રિયજયનું ફળ-મનોજવ:
મનથી જેમ ક્ષણમાં મેરુ ઉપર જઈ શકાય છે, તેમ ઇન્દ્રિયજયવાળા યોગી શરીરથી પણ અનુત્તમ ગતિના લાભને કારણે મેરુ ઉપર જઈ શકે છે. (૨) ઇન્દ્રિયજયનું ફળ-વિકરણભાવ : કાયાથી નિરપેક્ષ ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે.
ન્યાય પરિભાષામાં દંડને કરણ કહેવામાં આવે છે; કેમ કે દંડ ભ્રમિ દ્વારા-ચકભ્રમણ દ્વારા, ઘટને ઉત્પન્ન કરે છે, અને જે વસ્તુ વ્યાપાર દ્વારા કાર્ય કરે તેને કરણ કહેવાય છે. તેમ - કાયા ઇન્દ્રિયો દ્વારા વિષયોનો લાભ કરે છે અર્થાત્ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ પદાર્થનો ઉપભોગ કરે છે, તેથી કાયા ઇન્દ્રિયોના વ્યાપારથી વિષયોને પ્રાપ્ત કરતી હોવાથી કાયાને કરણ કહેવામાં આવે છે.
જે યોગીએ ઇન્દ્રિયોમાં સંયમ કરીને ઇન્દ્રિયોનો જય કર્યો છે, તે યોગીને કાયારૂપ કરણ વગર ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ થાય છે, તેથી અહીં બેઠા બેઠા દૂર રહેલા સ્પર્શના પદાર્થોનો સ્પર્શેન્દ્રિય દ્વારા ભોગ કરી શકે છે, તેમ અહીં બેઠા બેઠા દૂર રહેલા ચક્ષુના વિષયભૂત રૂપાદિને જોઈ શકે છે, એ પ્રકારના વિકરણભાવની કાયારૂપ કરણ વગર ઇન્દ્રિયોના વિષયરૂપ ભાવની, પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો અર્થ વિકરણભાવ શબ્દથી જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે.