________________
૦૫
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૦ અવતરણિકા :
एवं भूतजयमभिधाय प्राप्तभूमिकाविशेषस्येन्द्रियजयमाह - અવતરણિકાર્ય :
આ રીતે ભૂત"ને જ્હીને પ્રાપ્ત થયેલ ભૂમિકાવિશેષવાળા યોગીના ઇન્દ્રિયજ્યને કહે છે – સૂત્ર :
ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमाद् इन्द्रियजयः ॥३-४७॥
સૂત્રાર્થ :
ગ્રહણમાં, સ્વરૂપમાં, અમિતામાં, અન્વયમાં અને અર્થવન્દ્રમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય થાય છે. ll૩-૪૭થી ટીકા :
'ग्रहणेति'-ग्रहणम् इन्द्रियाणां विषयाभिमुखी वृत्तिः, स्वरूपं सामान्येन प्रकाशकत्वम्, अस्मिता-अहङ्कारानुगमः, अन्वयार्थवत्त्वे पूर्ववत्, एतेषामिन्द्रियाणामवस्थापञ्चके पूर्ववत् संयमं कृत्वेन्द्रियजयी भवति ॥३-४७॥ ટીકાર્ય :
BUT .... મવતિ | ઇન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિ ગ્રહણ, સામાન્યથી પ્રકાશકપણું સ્વરૂપ, અહંકારનો અનુગમ અસ્મિતા, અન્વય અને અર્થવત્ત્વ પૂર્વની જેમ=પાતંજલયોગસૂત્ર ૩-૪૪ની ટીકામાં કહ્યા મુજબ જાણવા. આ ઇન્દ્રિયોની અવસ્થાપંચકમાં પૂર્વની જેમ સંયમ કરીને ઇન્દ્રિયજ્યવાળા યોગી થાય છે. ll૩-૪૭ll.
ભાવાર્થ :
ગ્રહણાદિમાં સંચમ કરવાથી ઇન્દ્રિયજય :
(૧) ગ્રહણ :- ઇન્દ્રિયોની વિષયને અભિમુખ પ્રવૃત્તિ છે, તે ઇન્દ્રિયોનું ગ્રહણ છે.
(૨) સ્વરૂપ :- ઇન્દ્રિયો સામાન્યથી તે તે વિષયોનો બોધ કરાવે છે, તે બોધ કરાવવા સ્વરૂપ પ્રકાશકપણું તે ઇન્દ્રિયોનું સ્વરૂપ છે.
(૩) અસ્મિતા :- ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કર્યા પછી ભોગ કરનારને અહંકાર થાય છે અર્થાત્ મેં આ ભોગ કર્યો એવી બુદ્ધિ થાય છે, તે અસ્મિતા છે.
(૪) અન્વય :- ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય છે, અને ઇન્દ્રિયોરૂપ દશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે, તેથી પ્રકાશ, ક્રિયા અને સ્થિતિ એ ઇન્દ્રિયોના અન્વયોગગુણો, છે.