________________
૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૦-૪૮ (૫) અર્થવત્ત્વ :- ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળું છે, તેથી ઇન્દ્રિયો પણ પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળી છે, તે ઇન્દ્રિયોનું અર્થવત્ત્વ=પ્રયોજનપણું, છે. ક્રમથી ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય :
ઇન્દ્રિયોના ગ્રહણ આદિ સ્વરૂપને જાણીને યથાક્રમ તેમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. જેમ –
(૧) યોગી પ્રથમ ઇન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓ શું છે ? એ રૂપ ગ્રહણનો બોધ કરીને ઇન્દ્રિયોના ગ્રહણ સ્વરૂપમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ થવાથી ઇન્દ્રિયો ઉપર પોતાનું પ્રભુત્વ આવે છે અર્થાત્ ઇન્દ્રિયોને પરાધીન ગ્રહણની પ્રવૃત્તિ યોગી ન કરે તેવું પ્રભુત્વ આવે છે તે ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોનો જય છે.
(૨) ત્યારપછી ઇન્દ્રિયોનું પ્રકાશકત્વ સ્વરૂપ છે, તેમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિયક યત્ન કરે તો સ્વરૂપને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૩) ત્યારપછી ઇન્દ્રિયોથી થતા અહંકારમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અહંકારને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૪) ત્યારપછી ઇન્દ્રિયોના અન્વયમાં=ગુણોમાં, યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અન્વયને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૫) ત્યારપછી ઇન્દ્રિયોના અર્થવન્દ્રમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વને આશ્રયીને સંયમ કરવાથી તે ઇન્દ્રિયોનો જય થાય છે.
આ રીતે ગ્રહણાદિ પાંચમાં યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો સર્વ પ્રકારે જય થાય છે, અને ઇન્દ્રિયોનો જય થવાથી યોગીને મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો જય થાય છે. ll૩-૪oll અવતરણિકા :
तस्य फलमाह - અવતર્ણિકાર્ય :
તેના=ઇન્દ્રિયજ્યના, ફળને કહે છે – સૂત્ર:
ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥३-४८॥
સૂત્રાર્થ :
તેનાથીeઇન્દ્રિયજયથી મનોજવિત્વ=મનના વિચારમાત્રથી દેહથી તે સ્થાનમાં ગમન,