________________
છ3
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૫-૪૬ જેમ લઘુપણાની પ્રાપ્તિ લધિમા, ગુરુત્વ ગરિમા, અંગુલિના અગ્રભાગથી ચંદ્રાદિના સ્પર્શનની શક્તિ પ્રાપ્તિ, ઇચ્છાનો અનભિઘાત પ્રાકામ્ય, શરીર અને અંત:કરણનું ઈશ્વરપણું ઈશિત્વ, સર્વ ઠેકાણે પ્રભવિષ્ણુતા વશિત્વ છે અર્થાત્ સર્વે જ ભૂતો તે યોગીને અનુસરનારા હોવાથી તેનું કહેવાયેલું અતિક્રમણ કરતા નથી, જે વિષયમાં આ યોગીને કામ ઇચ્છા થાય છે તે વિષયમાં યોગીનો વ્યવસાય થાય છે-તે વિષયના સ્વીકાર દ્વારા અભિલાષ સમાપ્તિપર્યત લઈ જાય છે તે યત્રકામાવસાય છે=જેમાં કામનો અવસાય થાય તે છે.
સમાધિમાં ઉપયોગી તે આ અણિમાદિ ભૂતાથી યોગીને પ્રાદુર્ભાવ થાય છે. જે પ્રમાણેપરમાણુપણાને પામેલા એવા યોગી વજાદિના અંદર પ્રદેશ કરે છે એ પ્રમાણે સર્વત્ર યોજન કરવું.
તે આ અણિમાદિ આઠ ગુણો મહાસિદ્ધિઓ કહેવાય છે. આગળમાં કહેવાશે તે કાયસંપત્ છે તેને પ્રાપ્ત કરે છે અર્થાત્ ભૂતયથી યોગી કાયાની સંપત્તિઓ પ્રાપ્ત કરે છે. તેના ધર્મનો અનભિઘાતeતે કાયાના જે રૂપાદિ ધર્મો તેનો અનભિઘાત=કોઈનાથી નાશ થતો નથી. આનું રૂપ અગ્નિ બાળતું નથી, વાયુ શોષણ કરતું નથી. ઇત્યાદિ યોજન કરવું. ll૩-૪૫ll અવતરણિકા :
कायसम्पदमाह -
અવતરણિકાર્ય :
કાયાની સંપત્તિઓ કહે છે – સૂત્ર :
रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसम्पत् ॥३-४६॥ સૂત્રાર્થ :
રૂ૫, લાવણ્ય, બળ અને વજ સંહનાનપણું કાયાની સંપત્તિઓ છે. Il3-૪૬ll ટીકા :
'रूपेति'-रूपलावण्यबलानि प्रसिद्धानि, वज्रसंहननत्वं वज्रवत् कठिना संहतिरस्य शरीरे भवतीत्यर्थः, इति कायस्याऽऽविर्भूतगुणसम्पत् ॥३-४६॥ ટીકાર્ય :
રૂપ » પુસમ્પન્ ! રૂપ, લાવણ્ય અને બળ પ્રસિદ્ધ છે. વજની જેમ કઠિન સંહતિ આના શરીરને યોગીના શરીરને, થાય છે તે વસંહનાનપણું છે. આ પ્રમાણે કાયાની આવિર્ભત ગુણસંપત્તિ છે. Il૩-૪૬II.