________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૪
જેમ – (૧) ગંધતન્માત્રામાંથી પૃથિવી થાય છે, તેથી પૃથિવીનું કારણ ગંધતન્માત્રા સૂક્ષ્મ છે. (૨) રસતન્માત્રામાંથી જ થાય છે, તેથી જલનું કારણ રસતન્માત્રા સૂક્ષ્મ છે. (૩) રૂપતન્માત્રામાંથી અગ્નિ થાય છે, તેથી અગ્નિનું કારણ રૂપતન્માત્રી સૂક્ષ્મ છે. (૪) સ્પર્શતન્માત્રામાંથી વાયુ થાય છે, તેથી વાયનું કારણ સ્પર્શતક્નાત્રા સૂક્ષ્મ છે. (૫) શબ્દતન્માત્રામાંથી આકાશ થાય છે, તેથી આકાશનું કારણ શબ્દતન્માત્રા સૂક્ષ્મ છે.
(૪) અન્વયઅવસ્થાવિશેષ:- પાતંજલયોગસૂત્ર-૨૧૮માં કહ્યું છે કે ભૂત અને ઇન્દ્રિયાત્મક દૃશ્ય છે, અને તે દશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે, અને તે ભોગ અને અપવર્ગ માટે છે–પુરુષના ભોગ અને પુરુષના અપવર્ગ માટે છે. તે સ્ત્ર પ્રમાણે પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવને કારણે ભૂતમાં વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી સર્વ ભૂતોમાં દેખાતા જે ગુણો છે, તે અન્વયાર્થ છે અર્થાત્ સર્વ ભૂતોમાં પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ આ ત્રણ ગુણો અન્વયરૂપે છે.
(૫) અર્થવત્ત્વઅવસ્થાવિશેષ:- પાતંજલયોગસૂત્ર-૨/૧૮માં કહ્યું એ પ્રમાણે ભોગ અને અપવર્ગ માટે ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય છે, એ વચનથી પાંચ ભૂતોના ગુણોમાં જે ભોગ અને અપવર્ગસંપાદનશક્તિ છે, તે ભૂતોનું અર્થવત્ત્વ=ભૂતોનું પ્રયોજન છે. કમથી પાંચ ભૂતોની અવસ્થાવિશેષમાં સંયમ કરવાથી ભૂતજય ઃ યોગી પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષનો બોધ કરીને :
(૧) પ્રથમ પાંચ ભૂતોની સ્થૂલ અવસ્થા પ્રત્યે સંયમ કરે અર્થાત્ પાંચ ભૂતોની સ્થૂલ અવસ્થાને ઉપસ્થિત કરીને ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સ્થૂલ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૨) તે જય કર્યા પછી પૃથિવી આદિનું કર્મશતાદિ જે સ્વરૂપ છે, તે સ્વરૂપને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે, તો સ્વરૂપઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૩) તે જય કર્યા પછી તે પાંચે ભૂતોનાં કારણોનું જ્ઞાન કરીને તેમાં ધારણા ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સૂક્ષ્મ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૪) તે જય કર્યા પછી સર્વ ભૂતોમાં અન્વયરૂપે વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ જે ગુણો છે, તેને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અન્વયઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોના જય થાય છે.
(૫) તે જય કર્યા પછી પાંચે ભૂતો પુરુષને કઈ રીતે ભોગસંપાદન કરે છે અને પુરુષને કઈ રીતે અપવર્ગસંપાદન કરે છે, તેનો નિર્ણય કરીને તે પાંચે ભૂતોમાં વર્તતા ગુણોમાં જે ભોગસંપાદનશક્તિ