________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૪
તે આ પ્રમાણે – ભૂતોનું પરિદૃશ્યમાન=દેખાતું, વિશિષ્ટ આકારવાળું સ્થૂલરૂપ છે અને એમનું= ભૂતોનું, યથામ સ્વરૂપ ગંધ, સ્નેહ, ઉષ્ણતા, પ્રેરણા, અવકાશદાનલક્ષણ કાર્ય છે અને ભૂતોના યથાક્ક્સ કારણપણા વડે વ્યવસ્થિત ગંધાદિ તન્માત્રાઓ સૂક્ષ્મ છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી અન્વયિગુણો=પ્રકૃતિના અન્વયિગુણો, સર્વત્ર પૃથ્યાદિ સર્વમાં જ, અન્વયિપણા વડે પ્રાપ્ત થાય છે. અર્થવત્ત્વ તે જ ગુણોમાં=પ્રકૃતિના અન્વયિગુણોમાં, ભોગ અને અપવર્ગસંપાદન નામની શક્તિ અર્થાત્ પુરુષના ભોગસંપાદનરૂપ શક્તિ અને પુરુષના મોક્ષસંપાદનરૂપ શક્તિ, અર્થવત્ત્વ છે, તે કારણથી=પાંચ ભૂતોની સ્યૂલાદિ પાંચ અવસ્થા છે તે કારણથી, આવા પ્રકારના હેવાયેલા લક્ષણ, અવસ્થાથી ભિન્ન એવા પાંચમાં પ્રતિ અવસ્થાને આશ્રયીને સંયમ કરતા એવા યોગી ભૂતજ્યી=ભૂતને જિતનારા, થાય છે.
७०
તે આ પ્રમાણે
પ્રથમ સ્થૂલરૂપમાં સંયમને કરીને ત્યારપછી સ્વરૂપમાં એ પ્રકારના ક્રમથી વાછરડો છે અનુસારનાર જેને, એવી ગાયની જેમ તે કૃતસંયમવાળા યોગીના સંક્લ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થાય છે. ||૩-૪૪||
ભાવાર્થ :
સ્થૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય :
દેખાતું જગત પાંચ ભૂતાત્મક છે, અને તે પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષ છે – (૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવત્ત્વ.
-
(૧) સ્થૂલઅવસ્થાવિશેષ :- પાંચે ભૂતોનો જે દેખાતો આકારવિશેષ છે તે સ્થૂલ અવસ્થાવિશેષરૂપ છે. (૨) સ્વરૂપઅવસ્થાવિશેષ :- પૃથિવી આદિ પાંચે ભૂતોનું વિશેષ પ્રકારનું સ્વરૂપ છે. જે કાર્ય છે જેમ -
(૧) પૃથિવીમાં કર્કશપણું દેખાય છે, તે પૃથિવીનું સ્વરૂપ છે.
(૨) જલમાં સ્નેહ દેખાય છે=ભીંજવવાની શક્તિ દેખાય છે, તે જલનું સ્વરૂપ છે.
(૩) અગ્નિમાં ઉષ્ણપણું દેખાય છે, તે અગ્નિનું સ્વરૂપ છે.
(૪) વાયુમાં પ્રેરણા દેખાય છે=બીજા પદાર્થોને અન્યત્ર ગમનમાં પ્રેરણાશક્તિ દેખાય છે, વાયનું સ્વરૂપ છે.
(૫) આકાશમાં અવકાશદાન દેખાય છે=આકાશ બીજા પદાર્થોને અવકાશ આપે છે, તે આકાશનું સ્વરૂપ છે.
(૩) સૂક્ષ્મઅવસ્થાવિશેષ :- દરેક ભૂત તેના કારણમાંથી ઉત્પન્ન થાય છે, તેથી ભૂતની કારણ અવસ્થા સૂક્ષ્મ છે અને કાર્ય અવસ્થા સ્થૂલ છે, એ પ્રકારની પાતંજલદર્શનની માન્યતા છે, તે પ્રમાણે પાંચે ભૂતોનાં કારણો સૂક્ષ્મ છે.