________________
૬૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૨
સૂત્રાર્થ :
કાય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી લઘુતલમાં સમાપત્તિ થવાને કારણે અત્યંત હલકા એવા કૂલમાં તન્મયીભાવ થવાને કારણે, યોગીનું શરીર લઘુભાવને પામે છે, તેથી યોગી આકાશમાં ગમન કરી શકે છે. I3-૪રા ટીકા?
'कायेति'-काय:=पाञ्चभौतिकं शरीरं, तस्याऽऽकाशेन अवकाशदायकेन यः सम्बन्धस्तत्र संयमं विधाय लघुनि तूलादौ समापत्तिं तन्मयीभावलक्षणां च विधाय प्राप्तातिलघुभावो योगी प्रथमं यथारुचि जले सञ्चरन् क्रमेणोर्णनाभतन्तुजालेन सञ्चरमाण आदित्यरश्मिभिश्च विहरन् यथेष्टमाकाशेन गच्छति ॥३-४२॥ ટીકાર્ય :
શાય: ... સાચ્છતિ પાંચ ભૂતથી બનેલું શરીર કાય છે, તેનો અવકાશ આપનાર એવા આકાશની સાથે જે સંબંધ તેમાં સંયમ કરીને અને લઘુ તૂલાદિમાં તન્મયીભાવસ્વરૂપ સમાપત્તિ કરીને પ્રાપ્ત થયેલ અતિલઘુભાવવાળો યોગી પ્રથમ પોતાની રુચિ અનુસાર જલમાં સંચરણ કરતો ક્રમથી ઉર્ણનાભતંતુજાલ દ્વારા+કરોળિયાના જાળા દ્વારા, સંચરણ કરતો સૂર્યના કિરણો દ્વારા વિહરતો ઇચ્છાનુસાર આકાશથી ગમન કરે છે. ll૩-૪રા.
ભાવાર્થ :
કાય અને આકાશના સંબંધમાં સંયમથી અને લઘુતૂલમાં સમાપત્તિથી આકાશમાં ગતિની સિદ્ધિઃ
સાધના કરનારા યોગીઓ પાંચ ભૂતથી બનેલા શરીરમાં અને શબ્દતન્માત્રાથી ઉત્પન્ન થયેલા આકાશમાં સંયમ કરે છે અર્થાત્ જે આકાશમાં પોતાનું શરીર રહેલું છે તે આકાશની સાથે પોતાના શરીરનો સંબંધ રહેલો છે તેમાં સંયમ કરે છે; અને ત્યારપછી લઘુ એવા ફૂલની સાથે તન્મયભાવરૂપ સમાપત્તિને પ્રાપ્ત કરે છે અર્થાત્ બુદ્ધિરૂપી ચક્ષુથી લઘુ એવા ફૂલ જેવા પોતાના શરીરને ઉપસ્થિત કરીને તેમાં તન્મયભાવને પ્રાપ્ત કરે છે, જેથી પોતાનો દેહ લઘુભાવને પામે છે, તેથી યોગી આકાશમાં ગતિ કરી શકે છે.
કઈ રીતે આકાશમાં ગતિ કરે છે, તે બતાવે છે –
પ્રથમ પોતાના શરીર અને આકાશનો સંબંધ કર્યા પછી પોતાના શરીરને હલકા રૂ જેવો વિચારીને તેમાં તન્મય થવાથી પોતે હલકા રૂ જેવા બને છે ત્યારે, પ્રથમ પોતાની રુચિ પ્રમાણે જલમાં સંચરણ કરે છે અર્થાત્ તેના દેહનો લઘુભાવ આકાશમાં જવા સમર્થ નથી, પરંતુ જલના આધારના બળથી જલ ઉપર ચાલી શકે તેટલો લઘુભાવ થયેલો છે, અને તે સંયમથી જ્યારે લઘુભાવ વધે ત્યારે