________________
૬૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૦-૪૧ અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર :
समानजयाज्ज्व लनम् ॥३-४०॥
સૂત્રાર્થ :
સમાન વાયુના ભયથી જ્વલન અગ્નિ, જેવો યોગી ભાસે છે. ll૩-૪oll ટીકા :
'समानेति'-अग्निमावेष्ट्य व्यवस्थितस्य समानाख्यस्य वायोर्जयात्=संयमेन वशीकारान्निरावरणस्याग्नेरुद्भूतत्वात्तेजसा प्रज्वलन्निव योगी प्रतिभाति ॥३-४०॥ ટીકાર્થ :
મિHવે....પ્રતિમતિ અગ્નિને વીંટળાઈને વ્યવસ્થિત રહેલ જઠરાગ્નિને વીંટળાઈને રહેલ, સમાન નામના વાયુના ભયથી સંયમ દ્વારા વશીકારથી, નિરાવરણ એવા અગ્નિનો ઉદ્દભવ થવાને કારણે જાણે તેજ વડે પ્રજ્વલન પામતા યોગી દેખાય છે. ll૩-૪ll.
ભાવાર્થ :
સમાનવાયુના જયથી તેજની સિદ્ધિઃ
શરીરમાં જઠરાગ્નિને વીંટળાઈને રહેલ સમાન વાયુ છે, અને યોગીઓ સમાન વાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરે છે એ રૂપ સંયમ થવાથી, જઠરાગ્નિને વીંટળાઈને રહેલા સમાન વાયુનો જય થાય છે. તેથી નિરાવરણ થયેલો એવો જઠરાગ્નિ ઊર્ધ્વગમન કરે છે, માટે યોગીના શરીરમાં અગ્નિ જેવું લાલ તેજ પ્રગટે છે અર્થાત્ સમાન વાયુનો જય કરનાર યોગીનું શરીર સૂર્યના તેજ જેવું લાલ દેખાય છે. ll૩-૪oll અવતરણિકા :
सिद्धयन्तरमाह - અવતરણિતાર્થ :
અન્ય સિદ્ધિને કહે છે –