________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૯
ટીકા :
93
વાવ્યા,
'उदानेति'- समस्तानामिन्द्रियाणां तुषज्वालावद् युगपदुत्थिता वृत्तिः सा जीवनशब्दतस्यां क्रियाभेदात् प्राणापानादिसञ्ज्ञाभिर्व्यपदेशः, तत्र हृदयान्मुखनासिकाद्वारेण वायो: प्रणयनात् प्राण इत्युच्यते, नाभिदेशात् पादाङ्गुष्ठपर्यन्तमपनयनादपान:, नाभिदेश परिवेष्ट्य समन्तान्नयनात् समान:, कृकाटिकादेशादाशिरोवृत्तेरुन्नयनादुदानः, व्याप्यनयनात् सर्वशरीरव्यापी व्यानः, तत्रोदानस्य संयमद्वारेण जयादितरेषां वायूनां निरोधादूर्ध्वगतित्वेन जले महानद्यादौ महति वा कर्दमे तीक्ष्णेषु कण्टकेषु वा न सज्जतेऽतिलघुत्वात्, तूलपिण्डवज्जलादौ मज्जितोऽप्युद्गच्छतीत्यर्थः ॥३-३९॥
ટીકાર્ય :
समस्तानाम् નૃત્યર્થ: ॥ સમસ્ત ઇન્દ્રિયોની ફોતરા અને જ્વાલાની જેમ એકી સાથે ઊઠેલી એવી વૃત્તિઓ તે જીવનશબ્દથી વાચ્ય છે. તેની ક્રિયાના ભેદથી=જીવનશબ્દથી વાચ્ય એવી વૃત્તિની ક્રિયાના ભેદથી, પ્રાણ, અપાનાદિ સંજ્ઞા વડે વ્યપદેશ થાય છે.
.....
ત્યાં હૃદયથી મુખ, નાસિકા દ્વારા વાયુના પ્રણયનથી પ્રાણ એ પ્રમાણે વ્હેવાય છે, નાભિદેશથી પગના અંગુઠા પર્યંત અપનયન થવાથી અપાન કહેવાય છે, નાભિદેશને પરિવેષ્ટન કરીને ચારે બાજુથી નયન થવાથી સમાન વાયુ વ્હેવાય છે, કૃકાટિકાદેશથી આશિરોવૃત્તિનું=મસ્તક સુધી ઉન્નયન હોવાને કારણે ઉદાનવાયુ કહેવાય છે, વ્યાપ્યનયનને કારણે સર્વ શરીરવ્યાપી વ્યાન વાયુ કહેવાય છે.
ત્યાં=આ પાંચ વાયુમાં, ઉદાનવાયુના સંયમ દ્વારા ઉદાનવાયુના જ્યથી અને ઇતર વાયુના નિરોધથી ઉર્ધ્વગતિપણાને કારણે મહાનદી આદિ જલમાં, મોટા કાદવમાં અથવા તીક્ષ્ણ કાંટાઓમાં અતિલપણું હોવાથી યોગી સંગ પામતા નથી, તૂલના પિંડની મ=રૂના પિંડની જેમ, જ્વાદિમાં મજ્જન કરાયેલ યોગી ઉપર આવે છે, એ પ્રમાણે અર્થ છે. ||૩-૩૯||
ભાવાર્થ:
ઉદાનવાયુના જયથી જલાદિ સાથે અસંગપણાની સિદ્ધિ :
કૃકાટિકાદેશથી માંડીને=કંઠદેશથી મસ્તક સુધી, ઉદાનવાયુ રહેલો છે, અને તે ઉદાનવાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી ઉદાનવાયુનો જય થાય છે અને ઇતરવાયુનો નિરોધ થાય છે, તેથી યોગનું શરીર હલકું થઈ જવાને કારણે પાણી આદિની સાથે સંગ વગરનું બને છે અર્થાત્ મોટી નદી આદિમાં તે યોગી હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ પાણીમાં ડૂબી જતા નથી તથા કાદવ ઉપર હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાદવમાં ખૂંચી જતા નથી અને તીક્ષ્ણ કાંટા ઉપર પણ હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાંટા પગમાં લાગતા નથી. II3-૩૯II