________________
૧૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૯
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૪માં ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ એક વિષયમાં પ્રવર્તતા હોય તો સંયમરૂપ છે તેમ બતાવ્યું. હવે તે સંયમ કરવાથી યોગીને અનેક પ્રકારની સિદ્ધિઓ થાય છે તે બતાવવાની કામનાવાળા સૂત્રકાર યોગની સિદ્ધિની પ્રાપ્તિમાં સંયમના વિષયની પરિશુદ્ધિ કારણ હોવાથી સંયમના વિષયની પરિશુદ્ધિ કરવા માટે ક્રમથી ત્રણ પરિણામોનો બતાવે છે અર્થાત્ યોગી આ ત્રણ પરિણામમાં સમ્યગ યત્ન કરે તો સંયમના વિષયની પરિશુદ્ધિ થાય અને તેનાથી યોગીને યોગની સિદ્ધિ થાય છે તે બતાવવા માટે કહે છે. સૂત્રઃ
व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोध
પરિUTH: Il૩-૧ સૂત્રાર્થ:
વ્યુત્થાનના સંસ્કારનો અભિભવ અને નિરોધના સંસ્કારનો પ્રાદુર્ભાવ અને નિરોધક્ષણમાં ચિત્તનો અન્વય નિરોધપરિણામ છે. l/3-ell.
ટીકા?
'व्युत्थानेति'-व्युत्थानं क्षिप्तमूढविक्षिप्ताख्यं भूमित्रयम्, निरोधः प्रकृष्टसत्त्वस्याङ्गितया चेतसः परिणामः, ताभ्यां व्युत्थाननिरोधाभ्यां यौ जनितौ संस्कारौ तयोर्यथाक्रममभिभवप्रादुर्भावौ यदा भवतः, अभिभवो न्यग्भूततया कार्यकरणासामर्थ्येनावस्थानम्, प्रादुर्भावो वर्तमानेऽध्वनि अभिव्यक्तरूपतयाऽऽविर्भावः, तदा निरोधक्षणे चित्तस्योभयवृत्तित्वादन्वयो यः स निरोधपरिणाम उच्यते । अयमर्थः-यदा व्युत्थानसंस्काररूपो धर्मस्तिरोभूतो भवति, निरोधसंस्काररूपश्चाऽऽविर्भवति, धर्मिरूपतया च चित्तमभयान्वयित्वेऽपि निरोधात्मनाऽवस्थितं प्रतीयते, तदा स निरोधपरिणामशब्देन व्यवहियते, चलत्वाद् गुणवृत्तस्य यद्यपि चेतसो निश्चलत्वं नास्ति तथाऽपि एवम्भूतः परिणामः स्थैर्यमुच्यते ॥३-९॥ ટીકાર્ય :
વ્યુત્થાનં ૩વ્યતે II ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત નામની ત્રણ ભૂમિ વ્યુત્થાન છે, પ્રકૃષ્ટ સત્ત્વના અંગિપણાથી ચિત્તનો પરિણામ નિરોધ છે. તે બે દ્વારા=વ્યુત્થાન અને નિરોધ દ્વારા, જે જાનિત સંસ્કાર, તે બેનો=વ્યુત્થાનના સંસ્કારનો અને નિરોધના સંસ્કારનો, યથાક્રમ અભિભવ અને પ્રાદુર્ભાવ જ્યારે થાય છે ત્યારે નિરોધક્ષણમાં ચિત્તનો ઉભયવૃત્તિપણાને કારણે જે અન્વય છે તે નિરોધ પરિણામ કહેવાય છે.