________________
૪૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૯-૩૦
ભાવાર્થ : નાભિચક્રમાં સંયમ કરવાથી કાચના બૂહનું જ્ઞાન :
શરીરના મધ્યભાગમાં રહેલ અને સંપૂર્ણ શરીરના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં સંયમ કરવાથી કાયાના રસ, મળ અને નાડીઓના સ્થાનનું જ્ઞાન થાય છે અર્થાત્ શરીરના કયા ભાગમાં કયા રસો છે, ક્યાં ક્યાં મળે છે અને કઈ કઈ નાડીઓ છે, તે સર્વના સ્થાનનું જ્ઞાન થાય છે. Il૩-૨૯ll અવતરણિકા:
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ॥३-३०॥ સૂત્રાર્થ :
કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને પિપાસાની નિવૃત્તિ થાય છે. ll3-3oll ટીકા :
'कण्ठकूप इति'-कण्ठे-गले, कूपः कण्ठकूपः, जिह्वामूले जिह्वातन्तोरधस्तात् कूप इव कूपो गर्ताकारः प्रदेशः, प्राणादेर्यत्संस्पर्शात् क्षुत्पिपासादयः प्रादुर्भवन्ति तस्मिन् कृतसंयमस्य योगिनः क्षुत्पिपासादयो निवर्तन्ते, घण्टिकाधस्तात् स्रोतसा धार्यमाणे तस्मिन् भाविते भवत्येवंविधा सिद्धिः ॥३-३०॥ ટીકાઈ:
....સિદ્ધિઃ II કંઠમાં ગળામાં, જે ફૂપ છે તે કંઠકૂપ છે. જિલ્લાના જીભના, મૂળમાં જિહાતંતુની નીચે કૂપના જેવો કૂપ એવો ગર્તાકાર પ્રદેશ છે તે કંઠકૂપ છે. પ્રાણાદિના જે સંસ્પર્શથી=જે કંઠકૂપને પ્રાણાદિનો સંસ્પર્શ થાય છે તેનાથી, સુધા અને પિપાસા વગેરે પ્રાદુર્ભાવ પામે છે તેવો કંઠકૂપ છે. તેમાં તે કંઠકૂપમાં, કરાયેલા સંયમવાળા યોગીને સુધા અને પિપાસા વગેરે નિવર્તન પામે છે.
કઈ રીતે સુધા અને પિપાસા નિવર્તન પામે છે તે સ્પષ્ટ કરે છે –
ધારણ કરાતું એવું તે હોતે છતે સંયમ હોતે છતે, ઘટિકા નીચેથી શ્રોત દ્વારા=પ્રવાહ દ્વારા, ભાવિત થયે છતે આવા પ્રકારની સિદ્ધિ થાય છે. Il૩-૩૦/l.