________________
પદ
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૫, ૩૬-૩૦ અર્થ છે, અને તે પુરુષના અર્થમાં યોગી જયારે સંયમ કરે છે ત્યારે પુરુષવિષયક સંવિત્ર થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે પુરુષની સંવિત થાય છે એમ કહેવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે, તેવો અર્થ જણાય, અને પુરુષ જ્ઞાનનો વિષય બનતો નથી, પરંતુ પુરુષ જ્ઞાતા છે, તેથી પુરુષવિષયક સંવિત્ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે –
આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે, તેને પુરુષ જાણે છે અર્થાત્ સ્વબુદ્ધિનિષ્ઠ પુરુષના સ્વરૂપના આલંબનવાળું જ્ઞાન વર્તે છે, અને તે જ્ઞાન બુદ્ધિનિષ્ઠ પોતાના પ્રતિબિંબ વિષયક છે છતાં તે યોગી “આ પુરુષ’ છે, એમ જાણે છે; વસ્તુતઃ પુરુષ જ્ઞાતા છે, તેથી જ્ઞાનના વિષયભાવને પામતો નથી; કેમ કે પુરુષની સંવિત થાય છે, એમ સ્વીકારીએ તો પુરુષને શેય સ્વીકારવાની આપત્તિ આવે, અને જે જ્ઞાતા હોય તે જોય થઈ શકે નહિ; કેમ કે જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે, તેથી પુરુષ જ્ઞાતા છે અને બુદ્ધિ જોય છે, માટે શેય એવી બુદ્ધિને તે યોગી પુરુષ' એ પ્રમાણે જાણે છે, તેમ પાતંજલમતવાળા સ્વીકારે છે. ll૩-૩૫ અવતરણિકા :
अस्यैव संयमस्य फलमाह - અવતરણિતાર્થ :
આના જ સંયમનું પુરુષવિષયક જ સંયમનું, ફળ કહે છે – સૂત્ર :
ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३-३६॥
સૂત્રાર્થ :
તેનાથી=સ્વાર્થ સંયમથી, પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા થાય છે. Il3-3૬ll ટીકા? _ 'तत इति'-ततः पुरुषसंयमादभ्यस्यमानाद् व्युत्थितस्यापि ज्ञानानि जायन्ते , तत्र प्रातिभं पूर्वोक्तं ज्ञानं तस्याऽऽविर्भावात् सूक्ष्मादिकमर्थं पश्यति, श्रावणं श्रोत्रेन्द्रियजं ज्ञानं तस्माच्च प्रकृष्टादिव्यं दिवि भवं शब्दं जानाति, वेदना स्पर्शेन्द्रियजं ज्ञानं, वेद्यतेऽनयेति कृत्वा तान्त्रिक्या सज्ञया व्यवहियते, तस्माद्दिव्यस्पर्शविषयं ज्ञानं समुपजायते, आदर्शश्चक्षुरिन्द्रियजं ज्ञानम्, आ समन्ताद्, दृश्यते ऽनुभूयते रूपमनेनेति कृत्वा, तस्य प्रकर्षा दिव्यं रूपज्ञानमुत्पद्यते, आस्वादो रसनेन्द्रियजं ज्ञानम्, आस्वाद्यतेऽनेनेति कृत्वा, तस्मिन् प्रकृष्टे दिव्ये रसे संविदुपजायते, वार्ता गन्धसंविद्, वृत्तिशब्देन तान्त्रिक्या परिभाषया