________________
પ
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦ घ्राणेन्द्रियमुच्यते, वर्त्तते गन्धविषय इति कृत्वा, वृत्तेर्घाणेन्द्रियाज्जाता वार्ता गन्धसंवित्, तस्यां प्रकृष्यमाणायां दिव्यगन्धोऽनुभूयते ॥३-३६॥ ટીકાર્ય :
તત: ..... મનુભૂયતે | અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી વ્યત્થિત એવા પણ યોગીને વ્યુત્થાનદશાવાળા પણ યોગીને, જ્ઞાનો થાય છે.
ક્યાં જ્ઞાનો થાય છે તે ક્રમસર બતાવે છે – ત્યાં પ્રાતિજ પૂર્વમાં કહેલું જ્ઞાન છે, તેના આવિર્ભાવથી યોગી સૂક્ષ્માદિ અર્થને જુએ છે.
શ્રાવણ શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાન છે, અને પ્રકૃષ્ટ એવા તેનાથી દિવ્ય દેવલોકમાં થનાર, શબ્દને યોગી જાણે છે.
વેદના સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન છે, આના વડે વેદના થાય છે એથી કરીને તાંત્રિકી સંજ્ઞા વડે વેદના એ પ્રકારે વ્યવહાર કરાય છે, તેનાથી=પ્રકૃષ્ટ એવી વેદનાથી, દિવ્યસ્પર્શ વિષયક જ્ઞાન ઉત્પન થાય છે.
આદર્શ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન છે, આ ચારે બાજુથી, દેખાય છે અનુભવાય છે, રૂપ આના દ્વારા એથી કરીને ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન આદર્શ છે એમ અન્વય છે, તેના પ્રકર્ષથી-આદર્શના પ્રકર્ષથી દિવ્યરૂપનું જ્ઞાન થાય છે.
આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે, આના વડે આસ્વાદન થાય છે એથી કરીને આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે એમ અન્વય છે તે પ્રકૃષ્ટ થયે છતે દિવ્ય રસવિષયક સંવિદ્ ઉત્પન્ન થાય છે.
વાર્તા એ ગંધનું સંવેદન છે, વૃત્તિ શબ્દથી તાંત્રિકી પરિભાષાથી ઘાણેન્દ્રિય કહેવાય છે. ગંધના વિષયમાં વર્તે છે એથી કરીને, વૃત્તિથી ધ્રાણેન્દ્રિયથી થયેલ વાર્તા ગંધસંવિત છે, તે પ્રકૃષ્યમાન હોતે છતે અત્યંત પ્રકૃષ્ટ હોતે છતે, દિવ્ય ગંધ અનુભવાય છે. ll૩-૩૬ll. ભાવાર્થ : પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ ઃ (૧) પ્રાતિજ્ઞાન :
સ્વાર્થસંયમમાં અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી પ્રતિભજ્ઞાન થાય છે, અને તે પ્રતિભજ્ઞાનનું વર્ણન પૂર્વમાં ૩-૩૩ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તે પ્રાતિજજ્ઞાનના અનુભાવથી સૂક્ષ્મ એવા પરમાણુ આદિ અર્થો, વ્યવહિત એવા ભૂમિ અંતર્ગત નિધાનાદિ અને વિપ્રકૃષ્ટ એવા મેરુના અપર પાર્શ્વવર્તી રસાયનાદિ પદાર્થોને યોગી જોઈ શકે છે.
વળી અભ્યાસ કરાતા સ્વાર્થસંયમરૂપ પુરુષસંયમથી પ્રતિભજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચ ઇન્દ્રિયોના