________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૫ ટીકાર્ય :
સર્વે... કલ્પદ્યતે, સત્ત્વ=પ્રકાશસુખાત્મક પ્રાધાનિક પરિણામ વિશેષ, પુરુષ અધિષ્ઠાતૃરૂપ ભોક્તા, અત્યન્ત અસંકીર્ણ એવા તે બેનો ભોગ્ય-ભોıપણું હોવાથી અને ચેતનપણું હોવાથી ભિન્ન એવા તે બેના પ્રત્યાયનો જે અવિશેષ=ભેદથી અપ્રતિભાસન, તેના કારણે સત્ત્વના જ કર્તપણાના પ્રત્યયથી જે સુખદુ:ખની સંચિત્ તે ભોગ છે, સત્ત્વના સ્વાર્થનિરપેક્ષપણાથી પરાર્થ પુરુષાર્થનિમિત્ત, તેનાથી અન્ય જે સ્વાર્થ પુરુષના સ્વરૂપમાત્રનું આલંબન, ત્યાગ કરાયેલ અહંકારવાળા સત્ત્વમાં જે ચિછાયાની સંક્રાંતિ તેમાં કરાયેલ સંયમવાળા યોગીને પુરુષવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે.
કરાયેલ સંયમવાળા યોગીને પુરુષવિષયક કેવા પ્રકારનું જ્ઞાન થાય છે, તે સ્પષ્ટ કરે છે –
તત્ર ... યત્વીપ:, ત્યાં કૃતસંયમવાળા યોગીને પુરુષવિષયક જ્ઞાન થાય છે ત્યાં, પુરુષ એવા રૂપવાનું સ્વઆલંબનવાનું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે તેને “પુરુષ'=આ પુરુષ છે એ પ્રમાણે, જાણે છે, પરંતુ જ્ઞાતા એવો પુરુષ જ્ઞાનના વિષયભાવને પ્રાપ્ત કરતો નથી; કેમ કે શેયપણાની આપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે પુરુષને શેય સ્વીકારી તો શું વાંધો છે ? તેથી કહે છે –
જ્ઞાતૃયયોઃ ... વિરોધાત્ II જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે અર્થાત્ પુરુષ જ્ઞાતા છે તેથી તેમાં શેયભાવનો અત્યંત વિરોધ છે. l૩-૩૫ll
ભાવાર્થ :
પરાર્થકભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્
પાતંજલયોગદર્શન પ્રમાણે ભોગ પરાર્થક છે અર્થાત્ સત્ત્વથી ભિન્ન એવા પુરુષ અર્થક બુદ્ધિ ભોગ કરે છે, તેથી સત્ત્વરૂપ બુદ્ધિના સ્વઅર્થથી નિરપેક્ષ એવા પુરુષાર્થક ભાગ છે. વળી તે ભોગ પતંજલ યોગદર્શન પ્રમાણે સત્ત્વ અને પુરુષના અભેદ અધ્યવસાયરૂપ છે.
વસ્તુતઃ સત્ત્વ=બુદ્ધિ, અને પુરુષ =આત્મા, તે બંને ભિન્ન છે, આમ છતાં બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાથી સત્ત્વ અને પુરુષનો અભેદ અધ્યવસાય બુદ્ધિને થાય છે.
વસ્તુતઃ સત્ત્વને જ સુખ-દુ:ખ અને કર્તુત્વનું અભિમાન થાય છે, આમ છતાં પુરુષની સાથે બુદ્ધિનો અભેદ અધ્યવસાય થવાને કારણે સુખ-દુઃખ અને કર્તુત્વના અભિમાનરૂપ ભોગ પુરુષને થાય છે તેવું જણાય છે, અને તેવા પરાર્થક ભોગથી ભિન્ન એવો સ્વાર્થ છે–પુરુષનો અર્થ છે.
પુરુષનો સ્વ અર્થ શું છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
સાધક યોગી જે વખતે પોતાની ચિત્તવૃત્તિનો નિરોધ કરીને રહેલ છે, તે વખતે યોગીનું ચિત્ત સ્વરૂપમાત્રના આલંબનવાળું હોય છે, અને બુદ્ધિ પરિત્યક્ત અહંકારવાળી હોય છે અર્થાત્ ‘બાહ્ય પ્રવૃત્તિ હું કરું છું', તે પ્રકારના અહંકારના ત્યાગવાળી બુદ્ધિ હોય છે, અને તેવા બુદ્ધિરૂપ સત્ત્વમાં શુદ્ધ આત્માની ચિચ્છાયાની સંક્રાંતિ વર્તે છે, તે પરાર્થક એવા ભોગથી ભિન્ન એવો સ્વ અર્થ પુરુષનો