________________
૫૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૪ સૂત્ર :
હૃથે વિત્તસંવિત્ ર-રૂઝા
સૂત્રાર્થ :
હૃદયમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત્રસ્વ-પરગત ચિત્તનું સંવેદન જ્ઞાન થાય છે.
II3-3૪ll.
ટીકા : ___ 'हृदय इति'-हृदयं शरीरस्य प्रदेशविशेषस्तस्मिन्नधोमुखस्वल्पपुण्डरीकाभ्यन्तरेऽन्तःकरणसत्त्वस्य स्थानं तत्र, कृतसंयमस्य स्वपरचित्तज्ञानमुत्पद्यते, स्वचित्तगताः सर्वा वासनाः परचित्तगतांश्च रागादीञ्जानातीत्यर्थः ॥३-३४॥ ટીકાઈ:
...રૂત્યર્થ: હૃદય શરીરનો પ્રદેશવિશેષ તેમાં હૃદયમાં અધોમુખ રહેલા સ્વલ્પ પુંડરીક્ના અત્યંતરમાં રહેલ અંત:કરણ સત્ત્વના સ્થાનરૂપ હૃદયમાં, કરાયેલ સંયમવાળા યોગીને સ્વ-પર ચિત્તનું જ્ઞાન ઉત્પન્ન થાય છે સ્વચિત્તગત સર્વ વાસનાઓ અને પરચિત્તગત રાગાદિભાવોને જાણે છે, એ પ્રકારનો અર્થ છે. ||૩-૩૪|| ભાવાર્થ : હૃદય પ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત્ઃ
હદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિતું થાય છે, તે અંશ સ્પષ્ટ કરે છે –
શરીરના પ્રદેશવિષયમાં છાતીના ભાગમાં, રહેલું અધોમુખ સ્વલ્પ એવા પુંડરીક આકારવાળું હૃદય છે, અને તે હૃદયમાં મનને સ્થાપીને યોગી જયારે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, ત્યારે તે યોગીને ચિત્તની સંવિત્ર થાય છે–પોતાના ચિત્તગત વાસનાનું જ્ઞાન થાય છે અને પરના ચિત્તગત રાગાદિનું જ્ઞાન થાય છે.
આશય એ છે કે સામાન્યથી પોતાના ચિત્તમાં નિમિત્તને પામીને વર્તતા રાગાદિ ભાવોનું જ્ઞાન કોઈપણ જીવ ઉપયોગપૂર્વક જાણવા યત્ન કરે તો પોતે જાણી શકે છે, પરંતુ પોતાના ચિત્તમાં વર્તમાનમાં જે રાગાદિ ભાવો વ્યક્તરૂપે દેખાતા નથી, આમ છતાં વાસનારૂપે પડેલા છે, તેનું જ્ઞાન સામાન્ય જીવોને થઈ શકતું નથી, પરંતુ હૃદયમાં સંયમ કરવાથી યોગીને તેવું જ્ઞાન પ્રગટે છે કે જેથી પોતાના ચિત્તમાં કયા પ્રકારના રાગાદિ ભાવોની વાસના વર્તી રહી છે, તેનો નિર્ણય થઈ શકે છે.
વળી બીજાના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો બાહ્ય મુખના વિકાર આદિથી સામાન્ય રીતે બુદ્ધિમાન પુરુષ અનુમાનથી જાણી શકે છે, આમ છતાં પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો, મુખના વિકાર