________________
પ૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૩-૩૪ વિવેકખ્યાતિના પૂર્વભાવી એવું તારજ્ઞાન, ઉત્પન્ન થાય છે.
જે પ્રમાણે-ઉદય પામનારા સૂર્યની પૂર્વમાં પ્રભા પ્રાદુર્ભાવ પામે છે, તેની જેમ વિવેકખ્યાતિના પૂર્વમાં સર્વવિષયક એવું તારજ્ઞાન=સંસારસાગરથી ઉદ્ધાર કરે એવું સર્વ વિષયક તારજ્ઞાન, ઉત્પન થાય છે, તે પ્રગટ થયે છતે અન્ય સંયમની અપેક્ષા વગર યોગી સર્વને જાણે છે, એ પ્રકારનો અર્થ છે. II3-33ll.
ભાવાર્થ :
પ્રાતિજજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ ઃ
પ્રાતિજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે=સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે. તેનો અર્થ સ્પષ્ટ કરવા અર્થે પ્રતિભજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, તે બતાવવા માટે પ્રાતિજજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે – નિમિત્તની અપેક્ષા વગરનું મનોમાત્રજન્ય વિસંવાદ વગરનું શીધ્ર ઉત્પન્ન થતું જ્ઞાન પ્રતિભા છે.
આશય એ છે કે બાહ્ય ઉપદેશ આદિ નિમિત્તથી કે કોઈ વિષયના આલંબન આદિ નિમિત્તથી મન દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રતિભા નથી, પરંતુ કોઈ બાહ્ય નિમિત્ત વગર મનમાત્રથી અર્થાત્ ઇન્દ્રિય આદિના આલંબન વગર મનમાત્રથી, સ્વાભાવિક શીધ્ર જ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાન વિસંવાદ વગરનું હોય તો તે જ્ઞાન આત્માની પ્રતિભા છે.
આ પ્રતિભામાં સંયમ કરવામાં આવે ત્યારે પ્રાભિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પ્રાતિજજ્ઞાન વિવેકખ્યાતિના પૂર્વભાવિ એવું તારકજ્ઞાન કહેવાય છે. તે તારકજ્ઞાન કેવું છે? તે દૃષ્ટાંતથી બતાવે છે –
ઉદય પામતા સૂર્યની પૂર્વપ્રભા જેવું છે અર્થાત્ સૂર્યોદય પહેલા રાત્રિની સમાપ્તિ થવાથી જે અરુણોદય થાય છે, તેના જેવું આ પ્રાતિજજ્ઞાન છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે વિવેકખ્યાતિ એ કેવલજ્ઞાનની અવસ્થા છે, તેની પૂર્વભાવિ સંસારથી આત્માને તારે એવું તારકજ્ઞાન થાય છે, જે પ્રાતિજજ્ઞાનરૂપ છે, અને કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય પહેલાં થતા અરુણોદય જેવું આ પ્રાતિજજ્ઞાન છે, અને તે પ્રાતિજજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે.
પ્રતિભજ્ઞાનથી સર્વતઃ સંવિદ્ કેવા પ્રકારની થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંયમાંતરની અપેક્ષા વગર અન્ય સંયમની અપેક્ષા વગર, સર્વને જાણે છે. ll૩-૩૩ll અવતરણિકા: सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને ધે છે –