________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦
विघ्नकारिणः, तत्र हर्षविस्मयादिकरणेन समाधिः शिथिलीभवति, व्युत्थाने तु पुनर्व्यवहारदशायां विशिष्टफलदायकत्वात् सिद्धयो भवन्ति ॥ ३ - ३७॥
૫૯
ટીકાર્ય
તે . મવૃત્તિ । પૂર્વમાં પ્રતિપાદન કરાયેલા એવા તે ફળવિશેષો=પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં હેવાયેલા એવા પુરુષના સંયમથી ઉત્પન્ન થયેલા ફળવિશેષો, પ્રકર્ષને પામતી એવી સમાધિના ઉપસર્ગો છે=વિઘ્નને કરનારા ઉપદ્રવો છે.
કેમ વિઘ્ન કરનારા છે. તે સ્પષ્ટ કરે છે
ત્યાં=ઉત્પન્ન થયેલા ફળોમાં હર્ષ, વિસ્મયાદિ કરવાથી સમાધિ શિથિલ થાય છે. વળી વ્યુત્થાનમાં= વ્યવહારદશામાં, વિશિષ્ટ ફળદાયપણું હોવાથી સિદ્ધિઓ છે અર્થાત્ તે ફળવિશેષો યોગી માટે સિદ્ધિઓ છે. ||૩-૩૭]]
ભાવાર્થ :
હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે પ્રાતિભજ્ઞાન સમાધિમાં વિઘ્નભૂત અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ
વિવેકખ્યાતિરૂપ કેવલજ્ઞાન પૂર્વે વિશિષ્ટ કોટિનું પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, તેની પૂર્વે કંઈક શિથિલ પ્રાપ્તિથી જ્ઞાન હોય અને તે પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગી સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને વિપ્રકૃષ્ટ પદાર્થોને જોઈ શકે છે, આવું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થવાથી યોગીને હર્ષ, વિસ્મય કે પ્રીતિ વગેરે થાય તો નિર્લેપદશામાં સુદૃઢ યત્નરૂપ સમાધિમાં શિથિલતા આવે છે, તેથી કેવલજ્ઞાન પૂર્વના પ્રાતિભજ્ઞાનમાં તેનો સંભવ નથી, તોપણ તે યોગીને પૂર્વ ભૂમિકાનું પ્રાતિભજ્ઞાન પ્રગટે ત્યારે વ્યુત્થાનદશા હોય તો સમાધિમાં જવા માટેનો ઉત્સાહ પ્રગટે છે; કેમ કે સ્વાર્થમાં સંયમ ક૨વાને કારણે યોગીને જે વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રગટ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ થવાને કારણે તે પ્રકારનો સુદૃઢ વ્યાપાર કરવાનો ઉત્સાહ થાય છે. વળી પ્રાતિભજ્ઞાનથી સૂક્ષ્મ બોધ થયેલો હોવાને કારણે સમાધિમાં વિશેષ પ્રકારના યત્નમાં તે પ્રાતિભજ્ઞાન સહાયક બને છે, તેથી વ્યવહારદશામાં વિશિષ્ટ ફળને આપનારું પ્રાતિભજ્ઞાન છે, માટે તે પ્રાતિભજ્ઞાન યોગી માટે યોગસાધના અર્થે ઉપયોગી એવી સિદ્ધિ છે.
વિશેષાર્થ :
જ્યારે યોગી સમાધિમાં હોય છે, ત્યારે સર્વ વિકલ્પોથી પર એવો નિર્વિકલ્પ ઉપયોગ હોય છે, અને તે વખતે યોગીનું ચિત્ત સર્વત્ર અસંગભાવવાળું હોય છે; અને પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગીને હર્ષ થાય કે વિસ્મય થાય કે પ્રીતિ વગેરે થાય તો તે પ્રાતિભજ્ઞાન પ્રત્યે સંગનો પરિણામ વર્તે છે, અને સંગ અવસ્થામાં નિર્વિકલ્પસમાધિ રહી શકે નહિ, તેથી નિર્વિકલ્પસમાધિમાંથી યોગી શિથિલભાવવાળા થાય છે, માટે તે પ્રાતિભજ્ઞાન સમાધિમાં વિઘ્નભૂત છે, આમ છતાં સમાધિમાં યત્ન