________________
૪૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / વિભૂતિપાદ | સૂત્ર-૨૦-૨૮
ભાવાર્થ : ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન :
ચંદ્રમાં સંયમ કરવાથી તારાના વિશિષ્ટ સંનિવેશનું અર્થાત્ કયા તારાઓ કયા સ્થાને આકાશમાં રહેલા છે, તે પ્રકારના તારાઓના વ્યુહનું જ્ઞાન થાય છે. ll૩-૨ll અવતરણિકા :
सिद्धयन्तरमाह - અવતરણિતાર્થ :
અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર :
ध्रुवे तद्गतिज्ञानम् ॥३-२८॥ સૂત્રાર્થ :
ધ્રુવમાંsધ્રુવતારામાં સંયમ કરવાથી તેની ગતિનું જ્ઞાન=નારાઓની ગતિનું જ્ઞાન, થાય છે. ટીકા : ___ 'ध्रुव इति'-ध्रुवे निश्चले ज्योतिषां प्रधाने कृतसंयमस्य तासां ताराणां या गतिः प्रत्येकं नियतकाला नियतदेशा च तस्या ज्ञानमुत्पद्यते, इयं ताराऽयं ग्रहः इयता कालेनामुं राशिमिदं नक्षत्रं यास्यतीति सर्वं जानाति, इदं कालं ज्ञानमस्य फलमित्युक्तं भवति ॥३-२८॥ ટીકાઈ:
ધ્રુવે...... મતિ જ્યાતિષમાં પ્રધાન એવા ધ્રુવમાં નિશ્ચલ તારામાં કરાયેલ સંયમવાળા યોગીને તે તારાઓની જે ગતિ પ્રત્યેકની નિયતકાળ અને નિયત દેશવાળી જે ગતિ, તેનું જ્ઞાન ઉત્પન
થાય છે.
કેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સ્પષ્ટ કરે છે –
આ તારા, આ ગ્રહ આટલા કાળથી આ રાશીને અને આ નક્ષત્રને પ્રાપ્ત કરશે એ સર્વ જાણે છે. આ કાળજ્ઞાન આનું ધ્રુવતારામાં કરાયેલા સંયમનું, ફળ છે એ પ્રમાણે કહેવાયેલું થાય છે. Il3-૨૮
ભાવાર્થ :
ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન :
ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે અર્થાત્ આટલા કાળથી આ તારો આ રાશિમાં રહેશે અને આ ક્ષેત્રમાં રહેશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. ll૩-૨૮ll