________________
૪૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૬-૨૦ ભાવાર્થ : સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન :
સૂર્ય પ્રકાશમય છે અને પ્રકાશમય એવા સૂર્યને અવલંબીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી સાત લોકોમાં જે ભવનો છે તેનું જ્ઞાન થાય છે અર્થાત્ પાતંજલમત પ્રમાણે સાત લોક છે, તે સર્વનું જ્ઞાન થાય છે. ll૩-૨કા અવતરણિકા :
भौतिकप्रकाशालम्बनद्वारेणैव सिद्धयन्तरमाह - અવતરણિકાર્ય :
ભૌતિક પ્રકાશના આલંબન દ્વારા જ સિધ્યતરને અન્ય સિદ્ધિને, કહે છે – સૂત્ર :
चन्द्रे ताराव्यूहज्ञानम् ॥३-२७॥
સૂત્રાર્થ :
ચંદ્રમાં સંયમ કરવાથી તારાભૂતનું જ્ઞાન થાય છે. Il3-૨થી ટીકા :
'चन्द्र इति'-ताराणां ज्योतिषां यो व्यूहो विशिष्टः संनिवेशः, तस्य चन्द्रे कृतसंयमस्य ज्ञानमुत्पद्यते, सूर्यप्रकाशेन हततेजस्कत्वात् ताराणां, सूर्यसंयमात् तज्ज्ञानं न शक्नोति भवितुमिति पृथगुपायोऽभिहितः ॥३-२७॥ ટીકાર્યઃ
તારા T ... પ્રિદિત: ચંદ્રમાં કરાયેલ સંયમવાળાને જ્યોતિવાળા તારાનો જે બૃહવિશિષ્ટ સંનિવેશ, તેનું જ્ઞાન થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે સૂર્યમાં સંયમ કરવાથી તારાના સમૂહનું જ્ઞાન કેમ થતું નથી અને ચંદ્રમાં સંયમ કરવાથી તારાના સમૂહનું જ્ઞાન કેમ થાય છે ? તેથી કહે છે –
તારાઓનું સૂર્યના પ્રકાશથી તેજ હણાઈ જવાથી સૂર્યમાં સંયમ કરવાથી તારાનું જ્ઞાન થવા માટે શક્ય નથી, એથી પૃથગૂ ઉપાય કહેવાયો-તારાના સમૂહના જ્ઞાનનો જુદો ઉપાય બતાવ્યો. Il૩-૩૭ll