________________
૪૪
ભાવાર્થ:
વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન :
જેમ કર્માદિમાં સંયમ કરવાથી તે તે પ્રકારની શક્તિઓ પ્રગટે છે, તેમ વિષયવતી અને જ્યોતિષ્મતી અર્થાત્ વિષયવાળી અને પ્રકાશવાળી પ્રવૃત્તિનો જે સાત્ત્વિક પ્રકાશનો પ્રસર છે, તે પ્રસરના વિષયોમાં સંયમ કરવામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય 9.113-2411
અવતરણિકા :
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૫-૨૬
एतत्समानवृत्तान्तं सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
આના સમાન વૃત્તાંતવાળી=પાતંજલયોગસૂત્ર ૩-૨૫માં વ્હેલ પ્રવૃત્તિના આલોક્નો વિષયોમાં ન્યાસ થવાથી જે જ્ઞાન થાય છે, તેના સમાનવૃત્તાંતવાળી અન્ય સિદ્ધિને કહે છે
સૂત્ર :
મુવનજ્ઞાનું સૂર્યે સંયમાત્ ારૂ-ર૬॥
સૂત્રાર્થ :
સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ૩-૨૬॥
ટીકા :
'भुवनेति'- सूर्ये प्रकाशमये यः संयमं करोति तस्य सप्तसु भूर्भुवः स्वःप्रभृतिषु लोकेषु यानि भुवनानि तत्तत्संनिवेशभाजि पुराणि तेषु यथावदस्य ज्ञानमुत्पद्यते, पूर्वस्मिन् सूत्रे सात्त्विकप्रकाश आलम्बनतयोक्त इह तु भौतिक इति विशेषः ॥३ - २६ ॥
ટીકાર્ય
સૂર્યે ... વિશેષ: ॥ પ્રકાશમય એવા સૂર્યમાં જે સંયમને કરે છે તેને ભૂ, ભુવ: અને સ્વર્ગ વગેરે સાત લોકોમાં જે ભુવનો છે-તે તે સંનિવેશોથી યુક્ત જે નગરો છે, તેમના વિષયમાં આમને=સંયમ કરનાર યોગીને, યથાવત્=યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પૂર્વસૂત્રમાં સાત્ત્વિકપ્રકાશ આલંબનપણાથી હેવાયો. અહીં ભૌતિકપ્રકાશ-સૂર્યનો બાહ્ય પ્રકાશ, આલંબનના વિષયપણા વડે હેવાયો. એ પ્રકારનો ભેદ છે. II૩-૨૬॥