________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૩-૨૪ યોગીને, પ્રકર્ષ પામે છે. જે પ્રમાણે-સર્વના=સર્વજીવોના, મિત્રત્વ વગેરેને આયોગી, પ્રાપ્ત કરે છે.
||૩-૨૩||
ભાવાર્થ:
મૈત્ર્યાદિમાં સંયમ કરવાથી મૈત્ર્યાદિનાં બળોની પ્રાપ્તિ=મૈત્રાદિનો પ્રકર્ષ :
કોઈ યોગી મૈત્યાદિ ચાર ભાવનાઓના સ્વરૂપનો યથાર્થ બોધ કરે અને ત્યારપછી તે ભાવનાઓના સ્વરૂપમાં સંયમ કરે તો તે મૈત્ર્યાદિ ચારે ભાવો તે યોગીમાં પ્રકર્ષવાળા થાય છે. તેથી તે યોગી સર્વ જીવો પ્રત્યે મિત્રપણાદિની ભાવનાઓથી ભાવિત બને છે. II૩-૨૩][
૪૨
અવતરણિકા :
सिद्ध्यन्तरमाह -
અવતરણિકા :
અન્ય સિદ્ધિને=ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, વ્હે
છે
–
સૂત્ર :
વત્તેષુ ઇસ્તિવનાવીનિ રૂ-૨૪૫
સૂત્રાર્થ :
બળોમાં=હાથી આદિના બળોમાં, સંયમ કરવાથી હાથી આદિના બળો પ્રાપ્ત થાય છે.
113-2811
ટીકા
'बलेष्विति'- हस्त्यादिसम्बन्धिषु बलेषु कृतसंयमस्य तद्बलानि हस्त्यादिबलानि आविर्भवन्ति, तदयमर्थ:- यस्मिन् हस्तिबले वायुवेगे सिंहवीर्ये वा तन्मयीभावेनायं संयमं करोति तत्तत्सामर्थ्ययुक्तं सत्त्वमस्य प्रादुर्भवतीत्यर्थः ॥३-२४॥
ટીકાર્ય :
હસ્ત્યાદ્રિ ..... નૃત્યર્થ: ।। હાથી આદિ સંબંધી બળોમાં કરાયેલ સંયમવાળા યોગીને તેના બળો-હાથી આદિના બળો, આવિર્ભાવ પામે છે.
તેનો આ અર્થ છે – જે હાથીના બળમાં, વાયુ જેવા વેગવાળા ઘોડાના વેગમાં અથવા સિંહના વીર્યમાં તન્મયીભાવથી આ સંયમ કરે છે તે તે સામર્થ્યયુક્ત એવું સત્ત્વ આને-યોગીને, પ્રાદુર્ભાવ પામે છે. એ પ્રકારે આ સૂત્રનો અર્થ છે. II૩-૨૪॥