________________
४०
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૨ જેમ ઉષ્ણપ્રદેશમાં વિસ્તાર કરાયેલું વસ્ત્ર શીધ્ર સુકાઈ જાય છે, તેમ જેનું સોપક્રમ આયુષ્ય કર્મ હોય તે ઉપક્રમ પામીને શીધ્ર પૂર્ણ થાય છે.
(૨) નિરુપક્રમ કર્મ :- સોપક્રમ કર્મથી વિપરીત છે. જેમ ભીનું વસ્ત્ર પિડીકૃત કરાયેલું અનુષ્ણ દેશમાં મૂકવામાં આવે તો લાંબા કાળ સુકાય છે, તેમ જે આયુષ્ય કર્મ જેટલી સ્થિતિવાળું બંધાયેલું હોય તે કર્મ તેટલું ક્રમસર ઉદયમાં આવીને ભોગવાય, તે નિરુપક્રમ આયુષ્ય કર્મ જાણવું.
એ રીતે અન્ય પણ કર્મના ભેદો જાણવા=નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ કર્મોના ભેદો જૈન પ્રક્રિયા અનુસાર જાણવા.
આયુષ્ય કર્મોના સોપક્રમ અને નિરુપક્રમનું યથાર્થ જ્ઞાન કરીને તે ભેદોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી=આ કર્મ સોપકમ હોવાથી શીઘ વિપાકવાળું છે અને આ કર્મ નિરુપક્રમ હોવાથી ક્રમસર વિપાકવાળું છે ઇત્યાદિ ઉપયોગની દઢતાથી જનિત એવો સંયમ કરવાથી, અપરાંતનું જ્ઞાન થાય છે યોગીને પોતાના શરીરનો વિયોગ નિયત દેશમાં અને નિયત કાળમાં થશે, તેવો નિર્ણય થાય છે.
વળી અરિષ્ટોથી પણ યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. તે અરિષ્ટો ત્રણ પ્રકારનાં છે : (૧) આધ્યાત્મિક, (૨) આધિભૌતિક અને (૩) આધિદૈવિક.
(૧) આધ્યાત્મિક અરિષ્ટ :- કર્ણનું પિધાન કરવાથી અર્થાત્ કર્ણને ઢાંકવાથી કોફ્ટ વાયુના ઘોષનું જે અશ્રવણ થાય તે આધ્યાત્મિક અરિષ્ટ છે, અને તેનાથી યોગીને અપરાંતબુદ્ધિ થાય છે.
સામાન્યથી કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કાનમાં કોફ્ટ વાયુના ઘોષનું શ્રવણ થાય છે, પરંતુ જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે તે રીતે કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કોફ્ટ વાયુના ઘોષનું શ્રવણ થતું નથી, તેથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. . (૨) આધિભૌતિક અરિષ્ટ :- આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન થાય તે આધિભૌતિક અરિષ્ટ છે, તેનાથી યોગીને અપરાંતબુદ્ધિ થાય છે.
સામાન્યથી સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તે આકારવાળા દેખાય, પરંતુ ક્યારેક અકસ્માત સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તેનાથી વિકૃત આકારવાળા દેખાય, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે.
(૩) આધિદૈવિક અરિષ્ટ :- અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થનું દર્શન થાય તે આધિદૈવિક અરિષ્ટ છે, અને તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે.
સામાન્યથી સ્વર્ગાદિ પદાર્થનું દર્શન કોઈને થતું નથી, તેથી સ્વર્ગ કે નરક આદિનું દર્શન અશક્ય છે; આમ છતાં અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થોનું દર્શન થાય છે, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે.
અહીં પ્રશ્ન થાય કે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરનાર યોગીને અરિષ્ટો દ્વારા જે