________________
૩૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૨ ટીકાર્ય :
ઉના: ૩વ્યમરિ આયુષ્યરૂપ વિપાકવાનું જે પૂર્વમાં કરાયેલું કર્મ તે બે પ્રકારનું છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ ત્યાં બે પ્રકારના આયુષ્યકર્મમાં, જે ફળ ઉત્પન કરવા માટે ઉપક્રમથી કાર્યકરણના અભિમુખપણા સાથે વર્તે તે સોપક્રમ કર્મ છે.
જે પ્રમાણે-ઉષ્ણપ્રદેશમાં પ્રસારિત સુકવવા માટે પહોળું કરેલું, ભીનું વસ્ત્ર જલ્દી સુકાઈ જાય છે. કહેવાયેલા સ્વરૂપથી વિપરીત સોપક્રમ કર્મથી વિપરીત, નિરુપક્રમ કર્મ છે.
જે પ્રમાણે-તે જ ભીનું વસ્ત્ર સંવર્તિત સુક્વવા માટે પહોળું નહિ કરેલું, અનુષ્ણદેશમાં લાંબાકાળે સુકાય છે.
તે બે પ્રકારના કર્મમાં=સોપક્રમ અને નિરુપક્રમ કર્મમાં, જે સંયમ કરે છે કે શું કર્મ શીઘ્રવિપાક્વાળું છે કે ચિરવિપાવાનું છે ? એ પ્રકારે બોધને અનુકૂળ સંયમ કરે છે.
આ રીતે બે પ્રકારના કર્મમાં સંયમ કરે છે એ રીતે ધ્યાનમાં દઢતાથી આને સંયમ કરનાર યોગીને, અપરાંતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
અપરનો અંતરઆત્માથી ભિન્ન એવું અપર શરીર, તેનો અંત વિયોગ, તેના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે કે અમુક કાળમાં અમુક દેશમાં મારા શરીરનો વિયોગ થશે એ પ્રકારે સંદેહરહિત જાણે છે અથવા અરિષ્ટોથી અપરાંતનું જ્ઞાન થાય છે, એમ અન્વય છે.
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ભેદથી અરિષ્ટો ત્રણ પ્રકારના છે.
તેમાં ત્રણ પ્રકારના અરિષ્ટોમાં પિહિત કર્ણવાળો=બંધ કરેલા કાનવાળો, ઘોષને ન સાંભળે ઇત્યાદિ આધ્યાત્મિક અરિષ્ટ છે, અકસ્માતુ-એકાએક, વિકૃત પુરુષના દર્શનાદિ આધિદૈવિક અરિષ્ટ છે અને અકાંડે-અકાળે, જોવા માટે અશક્ય એવા સ્વગાદિ પદાર્થના દર્શનાદિ આધિદૈવિક અરિષ્ટ છે. તેનાથી યોગી શરીરના વિયોગના કાળને જાણે છે.
જો કે અયોગીઓને પણ અનિષ્ટોથી પ્રાય: કરીને તેનું જ્ઞાન=શરીરના વિયોગનું જ્ઞાન, ઉત્પન થાય છે. તોપણ તેઓને સામાન્ય આકારથી તે સંશયરૂપ છે. વળી યોગીને નિયત દેશ અને નિયત કાળપણાથી પ્રત્યક્ષની જેમ આવ્યભિચારી છે. ll૩-૨૨ા.
ભાવાર્થ :
ક્રમભેદવિષયક સંયમ કરવાથી અપરાંતબુદ્ધિ અથવા અરિષ્ટોથી અપરાંતબુદ્ધિઃ
આયુષ્ય કર્મના બે ભેદો છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ.
(૧) સોપક્રમ કર્મ :- ઉપક્રમથી સહિત કાર્ય કરવાને અભિમુખપણાથી ફળ ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થાય છે.