________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૧
૩૭ चक्षुष्प्रकाशासंयोगे-चक्षुषः प्रकाशः सत्त्वधर्मस्तस्यासंयोगे, तद्ग्रहणव्यापाराभावे योगिनोऽन्तर्धानं भवति, न केनचिदसौ दृश्यत इत्यर्थः, एतेनैव रूपाद्यन्तर्धानोपायप्रदर्शनेन शब्दादीनां श्रोत्रादिग्राह्याणामन्तर्धानमुक्तं वेदितव्यम् ॥३-२१॥ ટીકાર્ય :
hય: .....વૈવિતવ્યમ્ II કાય=શરીર, તેનું રૂપ ચક્ષુગ્રાહા ગુણ, તેમાં કાયાના રૂપમાં, આ કાયામાં રૂપ નથી એ પ્રકારનો સંયમ કરવાથી તેની=રૂપની, ચક્ષુગ્રાહાપણારૂપ જે શક્તિ, તેનું સ્તંભન થયે છતે સંયમકાળમાં વર્તતી ભાવનાના વશથી ચક્ષુગ્રાહા શક્તિનો પ્રતિબંધ થયે છતે, ચક્ષુના પ્રકાશના અસંયોગમાં યોગીના દેહને જોનારા જીવોના ચસુનો જે સર્વધર્મરૂપ પ્રકાશ તેના અસંયોગમાં, તેના ગ્રહણના વ્યાપારના અભાવ હોતે છતે, યોગીનું અંતર્ધાન થાય છે અર્થાત્ કોઈના વડે આ યોગી દેખાતા નથી. આનાથી રૂપાદિ અંતર્ધાનના ઉપાયના પ્રદર્શનથી જ, શ્રોત્રાદિ ગ્રાહા એવા શબ્દાદિનું અંતર્ધાન કહેવાયેલું જાણવું. ll૩-૨૧l ભાવાર્થ : કાયરૂપ શક્તિના સ્તંભનમાં સંચમ કરવાથી તિરોધાન :
યોગીને અદશ્ય થવું હોય ત્યારે કાયાના રૂપની શક્તિના સ્તંભનમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, તેથી યોગીના રૂપનું તિરોધાન થાય છે. પોતાને અદશ્ય થવા માટે યોગી ચક્ષુથી ગ્રાહ્ય એવું જે પોતાનું રૂપ છે, તે રૂપ મારી કાયામાં નથી, એ પ્રકારનો ઉપયોગ કરીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, અને તે સંયમથી યોગીના દેહમાં જે રૂપ છે, તેમાં ચક્ષુગાધતારૂપ શક્તિના સ્તંભનમાં સંયમના બળથી ભાવના પેદા થાય છે અને તે ભાવનાના વશથી યોગીનું ચક્ષુગ્રાહ્ય રૂપ પ્રતિબંધ પામે છે અર્થાત્ ચક્ષુગ્રાહ્ય શક્તિ નાશ પામે છે, તેથી યોગીનો દેહ તિરોધાન થાય છે; કેમ કે કોઈના દેહના રૂપને જોનાર એવી જે ચક્ષુ છે, તે પ્રકાશરૂપ સાત્ત્વિકધર્મવાળી છે, અને તે ચક્ષુ યોગીના દેહમાં રહેલા રૂપને ગ્રહણ કરવા માટે વ્યાપાર કરી શકતી નથી, તેથી સંયમવાળા યોગી કોઈનાથી દેખાતા નથી. વિશેષાર્થ :
પાતંજલ મત પ્રમાણે ચહ્યું પ્રકાશરૂપ સાત્ત્વિકધર્મવાળી છે, અને તે ચક્ષુ પદાર્થના રૂપને ગ્રહણ કરવા માટે સમર્થ છે; આમ છતાં પરમાણુ આદિમાં રહેલા રૂપને ચહ્યું ગ્રહણ કરી શકતી નથી. તેમ જે યોગી “મારા દેહમાં રૂપ નથી', એ પ્રકારની ભાવનાથી જયારે સંયમમાં યત્ન કરે ત્યારે તે યોગીમાં પ્રકર્ષવાળી થયેલી તે ભાવનાના વશથી યોગીના દેહમાં વર્તતા રૂપમાં ચક્ષુગ્રાહ્ય શક્તિનું સ્તંભન થાય છે, તેથી યોગીના દેહનું રૂપ ચક્ષુ દ્વારા ગ્રહણ થતું નથી.
પૂર્વમાં જેમ દેહના રૂપના સ્તંભન માટે સંયમ કરવાથી યોગી અદશ્ય થાય છે એમ બતાવ્યું, તેમ કોઈ યોગી પોતાના શબ્દાદિને કોના દ્વારા શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય ન થાય તદર્થે શબ્દાદિમાં સંયમ