________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / વિભૂતિપાદ / સૂત્ર-૧૯-૨૦
ચિત્તમાં કયા પ્રકારના ભાવો વર્તે છે તે પ્રકારના આલંબન સહિત પરનું ચિત્ત સંયમનું આલંબન નથી પરંતુ તેના મુખરાગાદિથી યુક્ત એવું બાહ્ય ચિત્ત સંયમનું આલંબન છે; કેમ કે તેનું અવિષયીભૂતપણું છે અર્થાત્ પરના ચિત્તમાં વર્તતા ભાવોનું અવિષયીભૂતપણું છે.
||૩-૨૦||
૩૫
ટીકા :
'नेति' - तस्य = परस्य यच्चित्तं तत्सालम्बनं स्वकीयेनाऽऽलम्बनेन सहितं न शक्यते ज्ञातुमालम्बनस्य केनचिल्लिङ्गेनाविषयीकृतत्वात्, लिङ्गाच्चित्तमात्रं परस्यावगतं न तु नीलविषयमस्य चित्तं पीतविषयमिति वा, यच्च न गृहीतं तत्र संयमस्य कर्तुमशक्यत्वान्न भवति परचित्तस्य यो विषयस्तत्र ज्ञानम् तस्मात् परकीयचित्तं नाऽऽलम्बनसहितं गृह्यते, तस्याऽऽलम्बनस्यागृहीतत्वात्, चित्तधर्माः पुनर्गृह्यन्त एव यदा तु किमनेनाऽऽलम्बितमिति प्रणिधानं करोति तदा तत्संयमात् तद्विषयमपि ज्ञानमुत्पद्यते एव ॥३-२०॥
ટીકાર્ય :
तस्य વ ॥ તેનું=પરનું, જે ચિત્ત તે સાલંબન=સ્વકીય આલંબનથી સહિત, જાણવા માટે શક્ય નથી; કેમ કે કોઈ લિંગ વડે આલંબનનું અવિષયીકૃતપણું છે અર્થાત્ કોઈ લિંગ વડે તેના ચિત્તના વિષયભૂત પદાર્થને ગ્રહણ કરી શકાય તેમ નથી.
કોઈ લિંગ વડે તેના ચિત્તનું આલંબન પોતાના જ્ઞાનનો અવિષય કેમ છે ? તે સ્પષ્ટ કરે છે
લિંગથી પરનું ચિત્તમાત્ર ણાયું, પરંતુ નીલવિષયવાળું આનું ચિત્ત છે કે પીતવિષયવાળું આનું ચિત્ત છે એ ણાયું નથી; અને જે ગ્રહણ કરાયેલ નથી-લિંગ દ્વારા ગ્રહણ કરાયેલું નથી, ત્યાં સંયમનું કરવા માટે અશક્યપણું હોવાથી પરચિત્તનો જે વિષય ત્યાં જ્ઞાન થતું નથી તે કારણથી પરકીય ચિત્ત આલંબન સહિત ગ્રહણ કરાતું નથી; કેમ કે તે આલંબનનું અગૃહીતપણું છે અર્થાત્ ચિત્તના આલંબન ભૂત વિષય યોગીથી ગ્રહણ કરાયેલ નથી. વળી ચિત્તના ધર્મો ગ્રહણ કરાય છે. વળી જ્યારે આના દ્વારા શું આલંબન કરાયું છે ? એ પ્રકારનું પ્રણિધાન કરે છે ત્યારે તેમાં સંયમથી=પરચિત્તના વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમથી, તેના વિષયવાળું પણ=પરચિત્તના વિષયવાળું પણ, જ્ઞાન ઉત્પન્ન થાય છે જ. ||૩-૨૦॥
ભાવાર્થ :
પરચિત્તમાં સંયમ કરવાથી પરચિત્તગત સર્વભાવોનું જ્ઞાન :
કોઈ યોગી પુરુષ કોઈક મુખરાગાદિ લિંગ દ્વારા અન્ય પુરુષના ચિત્તનું ગ્રહણ કરે અર્થાત્ આ પુરુષ કાંઈક આવા પ્રકારનું ચિંતવન કરી રહ્યો છે, તેથી તેના મુખ ઉપર આવા આવા પ્રકારના ભાવો ઉપસેલા દેખાય છે. આ પ્રકારના બાહ્ય મુખરાગાદિથી કોઈના ચિત્તને ગ્રહણ કર્યા પછી તેના ઉપર