________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૦-૨૧ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે યોગીને તે અન્ય પુરુષ શું વિચાર કરી રહ્યો છે, તેના ચિત્તના બધા ભાવોનું જ્ઞાન થાય છે અર્થાત્ આ પુરુષે કોઈ પ્રત્યેના રાગથી વિચારણા કરી છે અથવા તો આ પુરુષે અન્ય પ્રત્યેના રાગભાવથી વિચારણા કરી નથી, તે પ્રકારનો નિર્ણય કરી શકે છે. વળી તે પુરુષ જે વસ્તુનો વિચાર કરે છે, તેના વિષયભૂત પદાર્થ નીલ છે કે પીત છે, તે સર્વનું જ્ઞાન તે યોગીને થાય છે, ફક્ત જ્યારે મુખના ઉપરાગ દ્વારા તે પુરુષના ચિત્તને યોગીએ ગ્રહણ કરેલ, ત્યારે તે પુરુષના ચિત્તમાં કયા વિશેષ પ્રકારના અંતરંગ ભાવો વર્તે છે, તેનું જ્ઞાન યોગીને મુખરાગાદિ દ્વારા થયેલું ન હતું; કેમ કે બાહ્ય લિંગમાત્રથી તેના ચિત્તમાં નીલવિષયક કે પીતવિષયક વિચારણા છે તેવો નિર્ણય થઈ શકતો નથી, આમ છતાં તેના ચિત્તનું આલંબન લઈને યોગી સંયમ કરે તે સંયમકાળમાં તેના ચિત્તના વિશેષ ભાવોનો યોગીને બોધ ન હતો, પરંતુ તેના ચિત્તમાં વર્તતા બાહ્ય આકારોને અવલંબીને આ જાતના તેના મુખવિકારોથી તેના ચિત્તમાં કયા ભાવો વર્તે છે, એ પ્રકારના જાણવાના પ્રણિધાનથી યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે તે સંયમના બળથી તે પુરુષના ચિત્તમાં વર્તતા સર્વ ભાવોનો બોધ તે યોગીને થાય છે. II૩-૨૦
39
અવતરણિકા :
सिद्ध्यन्तरमाह
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને=ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, વ્હે
છે
સૂત્ર :
कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुष्प्रकाशासम्प्रयोगेऽन्तर्धानम्
૫૨-૨૬૫
સૂત્રાર્થ :
કાયાના રૂપમાં સંયમથી તેનાથી ગ્રાહ્ય શક્તિનો સ્તંભ થયે છતે=ચક્ષુથી ગ્રાહ્ય એવી રૂપશક્તિનો સ્તંભ થયે છતે, ચક્ષુના પ્રકાશના અસંપ્રયોગમાં=યોગીના શરીરને જોવા માટે પ્રવૃત્ત એવા પુરુષના ચક્ષુના પ્રકાશનો યોગીના શરીર સાથે અસંયોગમાં, યોગીનું અંતર્ધાન થાય છે=યોગી કોઈનાથી જોવાતા નથી. II3-૨૧]I
ટીકા :
‘कायेति’-कायः शरीरं तस्य रूपं चक्षुर्ग्राह्यो गुणः तस्मिन् नास्त्यस्मिन् काये रूपमिति संयमात् तस्य=रूपस्य, चक्षुर्ग्राह्यत्वरूपा या शक्तिस्तस्याः स्तम्भे = भावनावशात् प्रतिबन्धे,