________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / વિભૂતિપાદ | સૂત્ર-૧૮
करोति 'एवं मया सोऽर्थोऽनुभूत' ' एवं मया सा क्रिया निष्पादितेति' पूर्ववृत्तमनुसन्दधानो भावयन्नेव (भावयति तदा) प्रबोधकमन्तरेणोद्बुद्धसंस्कारः सर्वमतीतं स्मरति, क्रमेण साक्षात्कृतेषूद्बुद्धेषु संस्कारेषु पूर्वजन्मानुभूतानपि जात्यादीन् प्रत्यक्षेण पश्यति ॥३-१८॥
ટીકાર્ય :
द्विविधा: પતિ । ચિત્તના વાસનારૂપ સંસ્કારો બે પ્રકારના છે
=
33
(૧) કેટલાક સ્મૃતિમાત્ર ઉત્પન્ન કરવાના ફળવાળા છે (૨) અને કેટલાક જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ વિપાક્ના કારણો છે. જે પ્રમાણે - ધર્મ, અધર્મ નામના સંસ્કારો.
તે સંસ્કારોમાં જ્યારે યોગી સંયમ કરે છે કે, આ રીતે ‘મારા વડે તે અર્થ અનુભવાયો', આ રીતે તે ક્રિયા નિષ્પન્ન કરાઈ' એ પ્રકારે પૂર્વ વૃત્તનું=પૂર્વે થયેલાનું, અનુસંધાન કરતો ભાવન કરે છે ત્યારે પ્રબોધક વગર ઉદ્બદ્ધ સંસ્કારવાળો એવો=જાગૃત થયેલા સંસ્કારવાળો એવો, તે યોગી સર્વ અતીતને= ભૂતકાળને સ્મરણ કરે છે=ક્રમથી સાક્ષાત્ કરાયેલ ઉબુદ્ધ સંસ્કારોમાં, પૂર્વજન્મમાં અનુભવાયેલ જાતિ આદિને પ્રત્યક્ષથી જુએ છે. II૩-૧૮
ભાવાર્થ :
સંસ્કારોમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ :
કોઈ યોગી સંસ્કારમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે સંયમથી, પૂર્વભવમાં અનુભવેલ જાતિઓની અવબોધક સામગ્રી વગર જ સ્મૃતિ થાય છે. તે સંસ્કાર બે પ્રકારના છે : (૧) સ્મૃતિમાત્ર ફળવાળા સંસ્કારો :
કોઈ વસ્તુવિષયક વિચારણા કરવામાં આવે, તેનાથી જે સંસ્કાર પડે છે, તે સંસ્કારથી ઉત્તરમાં તે વસ્તુનું સ્મરણ થાય છે, તેથી એક પ્રકારના સંસ્કારો સ્મૃતિમાત્રફળવાળા છે. (૨) જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળના સંસ્કારો :
વળી કોઈક ધર્મની કે અધર્મની ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે, તેનાથી તે ક્રિયાઓના આત્મામાં સંસ્કાર પડે છે, તે ધર્મ-અધર્મરૂપ છે, અને તેનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ છે અર્થાત્ તે ક્રિયાના ફળરૂપે જીવને બીજા ભવમાં તે ધર્મ-અધર્મને અનુરૂપ ભોગસામગ્રી મળે છે, તેથી ધર્મ કે અધર્મરૂપ કરાયેલી ક્રિયાઓ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ વિપાકનું કારણ બને એવા સંસ્કારવાળી છે.
આ બંને પ્રકારના પોતાનામાં પડેલા સંસ્કારોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવામાં આવે અર્થાત્ ‘તે પદાર્થ મારા વડે આ રીતે અનુભવાયો’ અને ‘તે ક્રિયાઓ મારા વડે આ રીતે કરાઈ’ એ પ્રકારની ભાવનાથી સંસ્કારમાં સંયમ કરવામાં આવે, તો સંયમ કરનાર યોગીને પોતે પૂર્વભવમાં અનુભવેલી જાતિ આદિનું સ્મરણ થાય છે, અને તે સ્મરણ થવામાં બાહ્ય કોઈ અવબોધક સામગ્રીની અપેક્ષા રહેતી નથી, પરંતુ સંસ્કારમાં કરેલા સંયમના ફળરૂપે તે પ્રકારનો બોધ થાય છે. II૩-૧૮॥