________________
૩૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦-૧૮ છે કે આ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દનો ઉચ્ચાર કર્યો છે આ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન થાય છે, તેથી સંયમરૂપ યોગનું આ અદ્ભુત માહાત્મ છે. સ્વદર્શન પ્રમાણે શબ્દ, અર્થ અને બુદ્ધિનું સ્વરૂપ :
સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે કોઈપણ શબ્દ કોઈક અર્થનો વાચક થાય છે, અને તેનો યથાર્થ બોધ શ્રુતજ્ઞાન કહેવાય છે. વળી સમ્યમ્ શ્રુતજ્ઞાન સર્વજ્ઞકથિત યથાર્થ બોધરૂપ છે, અને સર્વ શ્રુતજ્ઞાન સમ્યક્ પ્રવૃત્તિ કરાવીને જીવને અસંગભાવમાં લઈ જાય છે અને અંતે વીતરાગતાનું કારણ બને છે.
કોઈ પુરુષ તે તે શબ્દો, અને તે તે શબ્દોથી વાચ્ય અર્થ, અને તે શબ્દો અને તે અર્થોથી થતા યથાર્થ બોધનું સમ્યગું જ્ઞાન કરીને, રાગાદિની આકુળતાથી રહિત તે શબ્દ, અર્થ અને બોધના વિભાગમાં ચિત્તને સ્થિર કરે, તો રાગાદિથી અનાકુળ એવું ચિત્તનું સ્વૈર્ય પ્રગટે છે, તે નિષ્પકંપ ચિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, જેથી તે તે પ્રકારની બોધ કરવાની શક્તિવિશેષ પ્રગટે છે, તેનાથી સર્વ પ્રાણીઓના અવાજનું જ્ઞાન થાય છે અને કોઈક યોગીને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ થાય છે, આ સર્વ યોગનું માહાસ્ય છે.
આ પ્રકારના યોગના માહાસ્યના પ્રકટીકરણમાં અસંગભાવની પરિણતિને અનુકૂળ એવો ચિત્તનો એકાગ્ર ઉપયોગ પ્રબળ કારણ છે, તેનાથી અસંગપરિણતિને અનુકૂળ શુદ્ધ આત્માના ઉપયોગને કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, તેથી અનેક જાતિની અતીન્દ્રિય શક્તિઓ યોગના સેવનથી યોગીને પ્રગટે છે. II3-૧૭ના અવતરણિકા: सिद्ध्यन्तरमाह -
અવતરણિકા :
અન્ય સિદ્ધિને=ધારણા, ધ્યાન અને સમાધિમાં સંયમ કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, બતાવે છે –
સૂત્ર :
संस्कारसाक्षात्करणात् पूर्वजातिज्ञानम् ॥३-१८॥ સૂત્રાર્થ :
સંસ્કારના સાક્ષાત્કારથી=બુદ્ધ સંસ્કારથી, પૂર્વજાતિનું જ્ઞાન થાય છે. ll૩-૧૮II ટીકા :
'संस्कारेति'-द्विविधाश्चित्तस्य वासनारूपाः संस्काराः, केचित्स्मृतिमात्रोत्पादनफलाः, केचिज्जात्यायुर्भोगलक्षणविपाकहेतवः, यथा धर्माधर्माख्याः, तेषु संस्कारेषु यदा संयम