________________
૩૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦ (૩) ધીનું બુદ્ધિનું સ્વરૂપ :
“આ ઘટ છે એ પ્રકારના શબ્દને સાંભળીને, અને અર્થને=પુરોવર્તી રહેલા ઘટરૂપ પદાર્થને, જોઈને, શ્રોતાને ઘટના વિષયના આકારવાળી જે બુદ્ધિની=જ્ઞાનની, પરિણતિ થાય છે, તે ધી=બુદ્ધિ,
શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય :
શબ્દ, અર્થ અને બુદ્ધિનો કઈ રીતે અભેદથી અધ્યવસાય થાય છે? તે ‘:'ના દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ કોઈ પુરુષ કહે કે “યં શૌર', તે વખતે ગૌઃ એ પ્રકારનો શબ્દ છે તે વાચક છે; અને : એ પ્રકારના શબ્દથી પુરોવર્તી રહેલ ગૌ રૂપ પશુ તે વાચ્ય અર્થ છે; અને કોઈ પુરુષે ‘યં :” એમ કહ્યું, તે સાંભળીને પુરોવર્સી ગાયમાં જ: એ પ્રકારની બુદ્ધિ=બોધ થાય છે અર્થાત્ ગાય એ પ્રકારના જ્ઞાનની પરિણતિ થાય છે, તે વખતે શબ્દ, અર્થ અને બોધ એ ત્રણનો અભેદથી અધ્યવસાય થાય છે, કેમ કે કોઈ પૂછે કે આ પુરુષે કયો શબ્દ કહ્યો? તો કહેવાય છે કે ‘નૌઃ', આ સામે રહેલો અર્થ શું છે ? તો કહેવાય છે કે “જો:', અને આ શબ્દને સાંભળીને અને આ અર્થને પદાર્થને, જોઈને કોઈને બોધ થાય છે તે બોધ શું છે ? તો કહેવાય છે કે ‘:' ઇત્યાકારક બોધ છે.
આ રીતે ત્રણે પ્રશ્નોનો એક ઉત્તર અપાતો હોવાથી નક્કી થાય છે કે નૌ: ઇત્યાકારક શબ્દ, કૌ: ઇત્યાકારક અર્થ, અને નૌ: ઇત્યાકારક બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે; કેમ કે ત્રણે પ્રશ્નોનો એક જ શબ્દરૂપ ઉત્તર એકરૂપ પ્રતીતિનું નિમિત્ત છે અર્થાત્ નૌ:, :, નૌ: ગાય, ગાય, ગાય એ રૂપ એક જ શબ્દરૂપ ઉત્તર એક પ્રતીતિનું કારણ છે, તેથી : ઇત્યાકારક શબ્દ,
: ઇત્યાકારક અર્થ અને : ઇત્યાકારક બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે. શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા માટે વિભાગ :
આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય થવા છતાં શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા અર્થે વિભાગ કરવામાં આવે કે ગાયનો વાચક : ઇત્યાકારક શબ્દ છે, શૌર ઇત્યાકારક અર્થ ગાય શબ્દથી વાચ્ય છે અને ની: ઇત્યાકારક બુદ્ધિ ગાયના સ્વરૂપની ઉપસ્થિતિરૂપ બોધાત્મક જીવની પરિણતિ છે, તેથી પ્રકાશરૂપ છે અર્થાત્ શબ્દની જેમ વાચક નથી અને અર્થની જેમ વાચ્ય નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ છે. શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનું જ્ઞાન :
આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો વિભાગ કર્યા પછી તેમાં ધારણા, ધ્યાન અને સમાધિ માટેનો યત્ન કરવામાં આવે તો સંયમ પ્રગટે છે. તે સંયમથી યોગીને દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ કોઈપણ પ્રાણી પોતાની ભાષામાં શબ્દપ્રયોગ કરે ત્યારે તે યોગી નિર્ણય કરી શકે