________________
૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦ પ્રકાશકપણું છે એ જ્ઞાનનું તત્ત્વ છે, એ પ્રમાણે પ્રવિભાગ કરીને, તે પ્રવિભાગમાં જે સંયમ કરે છે અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે તેને સર્વ મૃગ, પશુ, પક્ષી, સાપ વગેરે ભૂતોના=જીવોના, જે રુત=જે શબ્દ, છે તેમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે અર્થાત્ આ જ અભિપ્રાયથી આ પ્રાણી વડે આ શબ્દ ઉચ્ચારણ કરાયો છે એ પ્રમાણે સર્વને જાણે છે. l૩-૧ણી
ભાવાર્થ :
શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનો બોધ :
જેમ પરિણામોમાં સંયમ કરવાથી ભૂત, ભવિષ્યવિષયક જ્ઞાન થાય છે, તેમ શબ્દ, શબ્દથી વાચ્ય અર્થ, અને શબ્દ અને અર્થના કથનથી થતો બોધ, એ ત્રણના વિભાગમાં સંયમ કરવાથી દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ અમુક પ્રાણીએ અમુક શબ્દપ્રયોગ કર્યો, તેનાથી કયા અર્થનો બોધ કરાવવાનો તેનો અભિપ્રાય છે, એ પ્રકારનું જ્ઞાન થાય છે.
આનાથી એ ફલિત થયું કે સંયમરૂપ યોગનું માહાત્ય છે કે આ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (૧) શબ્દનું સ્વરૂપ :
શબ્દ એટલે શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નિયતક્રમવાળા વર્ણરૂપ ઘટ-પટાદિ શબ્દો.
આનાથી એ ફલિત થાય છે કે ઘટને બદલે કોઈ “ટઘ' એમ બોલે તો તે નિયતક્રમવાળો વર્ણ નથી. માટે ‘ટઘ' એ શબ્દ નથી. જ્યારે ઘટ બોલીએ ત્યારે તે નિયતક્રમવાળો વર્ણ છે, આથી જ ઘટ’ શબ્દ બોલવાથી કોઈ અર્થની ઉપસ્થિતિ થાય છે, તેને બદલે ‘ટઘ' એમ બોલવાથી કોઈ અર્થની ઉપસ્થિતિ થતી નથી.
વળી શબ્દને કેટલાક સ્ફોટરૂપ કહે છે. સ્ફોટ એટલે ઉચ્ચારણથી આકાશમાં થતો શબ્દરૂપ ગુણનો ધ્વનિસ્વરૂપ સ્ફોટ. તે ધ્વનિમાં ઘ અને ટ એ પ્રકારનો ક્રમ નથી; આમ છતાં આ ધ્વનિ આ શબ્દનો વાચક છે, એવા પ્રકારની ધ્વનિથી સંસ્કૃત કોઈની બુદ્ધિ હોય, તો તે ધ્વનિથી સંસ્કૃત એવી બુદ્ધિથી ગ્રાહ્ય ઘટરૂપ શબ્દ છે.
આનાથી એ ફલિત થાય કે ઉચ્ચારણ કરનાર પુરુષ અમુક પ્રકારનો ધ્વનિ કરે છે અને તેનાથી આકાશનો ગુણ એવો શબ્દ અભિવ્યક્ત થાય છે અર્થાત્ આકાશમાં રહેલા શબ્દગુણનો સ્ફોટ થાય છે, અર્થાત્ જેમ શરાવમાં રહેલી ગંધ જલથી અભિવ્યક્ત થાય છે શરાવમાં ગંધ સ્પષ્ટ ન હતી, તે તેમાં જલ નાખવાથી સ્પષ્ટ થાય છે, તેમ આકાશનો શબ્દગુણ સ્પષ્ટ ન હતો, તે ઉચ્ચારણની ક્રિયાથી આકાશમાં રહેલો શબ્દગુણ અભિવ્યક્ત થાય છે, તે સ્ફોટરૂપ શબ્દ છે. (૨) અર્થનું સ્વરૂપ
જાતિ, ગુણ અને ક્રિયાદિરૂપ અર્થ છે. જેમ ઘટમાં રહેલી ઘટત્વ જાતિ, ઘટમાં રહેલા રક્તવર્ણાદિ ગુણો અને ઘટમાં રહેલી જલધારણસામથ્યદિરૂપ ક્રિયા, એ ઘટ શબ્દથી વાચ્ય અર્થ છે.