________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૯
અભિભવ શું છે ? તે સ્પષ્ટ કરે છે
ન્યભૂતપણાના કારણે=ગૌણપણાના કારણે, કાર્યકરણના અસામર્થ્યથી અવસ્થાન તે અભિભવ છે.
પ્રાદુર્ભાવ શું છે ? તે સ્પષ્ટ કરે છે
વર્તમાન માર્ગમાં=વર્તમાન ક્ષણમાં, અભિવ્યક્તરૂપપણાથી આવિર્ભાવ તે પ્રાદુર્ભાવ છે. સૂત્રના કથનથી શું અર્થ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
ઞયમર્થ: આ અર્થ છે-સૂત્રનો આ અર્થ છે
થયા ..... ઉદ્યતે । જ્યારે વ્યુત્થાનના સંસ્કારરૂપ ધર્મ તિરોભૂત થાય છે, અને નિરોધના સંસ્કારરૂપ ધર્મ આવિર્ભાવ પામે છે અને ધર્મારૂપપણાથી ચિત્તનું ઉભયમાં અન્વયિપણું હોવા છતાં પણ નિરોધ સ્વરૂપે અવસ્થિત પ્રતીત થાય છે ત્યારે તે નિરોધપરિણામ શબ્દથી વ્યવહાર કરાય છે. જો કે ગુણવૃત્તનું ચલપણું હોવાથી ચિત્તનું નિશ્ચલપણું નથી તોપણ આવા પ્રકારનો પરિણામ સ્વૈર્ય વ્હેવાય છે અર્થાત્ વ્યુત્થાનના સંસ્કારો તિરોભૂત હોય અને નિરોધના સંસ્કારો આવિર્ભૂત હોય તેવા પ્રકારનો
પરિણામ સ્થિરતા કહેવાય છે. II3-૯||
ભાવાર્થ :
(૧) નિરોધપરિણામનું સ્વરૂપ :
સંસારી જીવોનું ચિત્ત સામાન્યથી ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત ત્રણ ભૂમિઓમાં વર્તે છે, તે જીવની વ્યુત્થાનદશા છે. ચિત્તમાં પ્રકૃષ્ટ સત્ત્વ પ્રગટ થાય છે ત્યારે ચિત્ત નિરોધ પામે છે અર્થાત્ જીવમાં વર્તતું પ્રકૃષ્ટ સત્ત્વ આવિર્ભાવ થાય છે ત્યારે ચિત્ત નિરોધ પામે છે અને નિરોધ પૂર્વે આત્મા ઉપર વ્યુત્થાનના સંસ્કારો વર્તતા હતા અને નિરોધ વખતે આત્મામાં નિરોધના સંસ્કારો વર્તે છે.
=
૧૩
જે યોગી પોતાનામાં વર્તતા વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ કરે અને નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ કરે ત્યારે તે યોગીમાં નિરોધનો પરિણામ પ્રવર્તે છે.
વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ યોગી કરે છે એમ કહ્યું તેનો અર્થ સ્પષ્ટ કરે છે
પૂર્વમાં જે વ્યુત્થાનદશાના સંસ્કારો પડેલા તેને તિરોધાન કરવાથી તે સંસ્કારો કાર્ય કરવા માટે અસામર્થ્યવાળા થઈને રહે છે તે વ્યુત્થાનના સંસ્કારનો અભિભવ છે.
નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ યોગી કરે છે એમ કહ્યું તેનો અર્થ સ્પષ્ટ કરે છે નિરોધના સંસ્કારો વર્તમાનક્ષણમાં અભિવ્યક્તરૂપે વર્તતા હોવાથી નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ છે. જ્યારે વ્યુત્થાનના સંસ્કારો અભિભવ પામે અને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ પામે ત્યારે યોગીનું ચિત્ત વ્યુત્થાનના સંસ્કારોના અભિભવરૂપ અને નિરોધના સંસ્કારોના પ્રાદુર્ભાવરૂપ ઉભયમાં વર્તે છે તેથી ચિત્તનો અન્વય પ્રાપ્ત થાય છે અર્થાત્ યોગીનું ચિત્ત વ્યુત્થાનના સંસ્કારોના અભિભવરૂપ અને નિરોધના સંસ્કારના પ્રાદુર્ભાવરૂપ ઉભયમાં અનુગત પ્રતીત થાય છે તે નિરોધપરિણામ કહેવાય છે.
―