________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૧ तु क्षयोदयाविति सर्वार्थतारूपस्य विक्षेपस्यात्यन्ततिरस्कारादनुत्पत्तिरतीतेऽध्वनि प्रवेशः क्षय एकाग्रतालक्षणस्य धर्मस्योद्भवो वर्तमानेऽध्वनि प्रकटत्वम् ॥३-११॥ ટીકા: | સર્વાર્થતા ફેન્યુચ્યતે | ચલપણું હોવાના કારણે નાના પ્રકારના=વિવિધ પ્રકારના, અર્થને ગ્રહણ કરનાર ચિત્તનો વિક્ષેપ ધર્મ સર્વાર્થતા છે, એક જ આલંબનમાં સદેશ પરિણામિકા એકાગ્રતા છે તે પણ ચિત્તનો ધર્મ છે, તે બેનો સર્વાર્થતા અને એકાગ્રતારૂપ તે બેનો, યથાક્રમ ક્ષય અને ઉદય-સર્વાર્થતા સ્વરૂપ ધર્મનો ક્ષય અત્યંત અભિભવ, અને એકાગ્રતાસ્વરૂપ ધર્મનો પ્રાદુર્ભાવ અભિવ્યક્તિ, અને ઉદ્રિક્ત સત્ત્વવાળા સત્ત્વગુણવિશિષ્ટ એવા, ચિત્તનું અન્વયિપણાથી અવસ્થાન, તે સમાધિ પરિણામ એ પ્રમાણે કહેવાય છે.
પૂર્વમાન્ ....વિશેષ:- પૂર્વના પરિણામથી નિરોધના પરિણામથી, આમનો સમાધિપરિણામનો, આ વિશેષરભેદ, છે – તત્ર.
પ્રવક્ ત્યાં નિરોધમાં, સંસ્કારસ્વરૂપ બે ધર્મોનો=વ્યુત્થાનના સંસ્કાર અને નિરોધના સંસ્કાર સ્વરૂપ બે ધર્મોનો, અભિભવ અને પ્રાદુર્ભાવ છે વ્યુત્થાન સંસ્કારરૂપે પૂર્વનો ન્યભાવ=તિરોધાન છે અને નિરોધસંસ્કારરૂપ ઉત્તરનો ઉદ્દભવ છે અનભિભૂતપણાથી અવસ્થાન છે. વળી અહીં સમાધિપરિણામમાં ક્ષય અને ઉદય છે સર્વાર્થતારૂપ વિક્ષેપનો અત્યંત તિરસ્કાર હોવાથી અનુત્પત્તિ છે અર્થાત્ અતીત અધ્વમાં-માર્ગમાં, પ્રવેશરૂપ ક્ષય છે અને એકાગ્રતાસ્વરૂપ ધર્મનો ઉદ્દભવ છે અર્થાત્ વર્તમાન અધ્વમાં માર્ગમાં, પ્રકટપણું છે. ll૩-૧૧II ભાવાર્થ : (૨) સમાધિપરિણામનું સ્વરૂપ :
યોગમાર્ગની સાધનામાં પ્રયત્નશીલ યોગી પ્રથમ ભૂમિકામાં સંયમના બળથી ચિત્તનો નિરોધ પરિણામ કરે છે. ત્યારપછી સમાધિનો પરિણામ કરે છે. - સમાધિના પરિણામમાં ચિત્તની સર્વાર્થતાનો ક્ષય થાય છે અને એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે. સમાધિપરિણામ વખતે ચિત્તની સર્વાર્થતાનો ક્ષય થાય છે એમ કહ્યું ત્યાં ચિત્તની સર્વાર્થતા શું છે? તે સ્પષ્ટ કરે છે –
સંસારી જીવોનું ચિત્ત ચલ છે, તેથી જુદા જુદા અર્થોને ગ્રહણ કરે છે માટે તેમના ચિત્તમાં વિક્ષેપ વર્તે છે. ચિત્તનો વિક્ષેપ ધર્મ એ સર્વાર્થતા છે=સર્વ અર્થોને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત ચિત્તમાં સર્વાર્થતા ધર્મ છે. સમાધિ પરિણામમાં સર્વાર્થતાનો ક્ષય થાય છે.
સમાધિપરિણામ વખતે ચિત્તની એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે એમ કહ્યું ત્યાં ચિત્તની એકાગ્રતા શું છે? તે સ્પષ્ટ કરે છે –