________________
૧૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૨-૧૩
આશય એ છે કે, સંસારી જીવો પણ જે કાંઈ વિચાર કરે છે તે વિચારરૂપે પૂર્વની વસ્તુવિષયક વિચાર શાંત થાય છે, ઉત્તરની કોઈ વસ્તુવિષયક વિચાર ઉદિત થાય છે પરંતુ તેઓનું ચિત્ત એકાગ્ર નહિ હોવાથી ફરી તે વસ્તુનો વિચાર ઉત્તરક્ષણમાં થઈ શકે છે. જયારે એકાગ્રતાવાળું ચિત્ત વર્તે છે ત્યારે એકાગ્રતાના પ્રારંભકાળમાં જે વિચાર શાંત થયેલો અને જે વસ્તુવિષયક વિચાર પ્રાદુર્ભાવ થયેલો તે એક વસ્તુને આલંબન લઈને તે ચિત્ત ઉત્તરમાં પણ પ્રવર્તે છે, તેથી જે એકાગ્રતાના પ્રારંભમાં શાંત પરિણામ હતો તે ઉત્તરમાં પણ શાંતરૂપે રહે છે અને જે એકાગ્રતાના પ્રારંભમાં ઉદિત પરિણામ હતો તે ઉત્તરમાં પણ ઉદિત રહે છે અને આવો એકાગ્રતાનો પરિણામ સંસારી જીવોને આર્તધ્યાનાદિ કાળમાં પણ હોય છે તેની વ્યાવૃત્તિ કરવા માટે કહે છે કે, યોગમાર્ગને અનુકૂળ એવી એકાગ્રતામાં સમાહિત ચિત્તનું સમાધિને પામેલ ચિત્તનું, અયિપણું છે. જયારે આર્તધ્યાનની એકાગ્રતામાં રાગાદિ આકુળ ચિત્તનું અન્વયિપણું છે, તેથી સમાહિતચિત્તના=સમાધિને પામેલ ચિત્તના અન્વયવાળો એક આલંબનને આશ્રયીને પ્રવર્તતો ઉપયોગ એકાગ્રપરિણામ છે. વિશેષાર્થ :
પાતંજલયોગસૂત્ર ૧-૨માં યોગનું લક્ષણ કરતાં કહ્યું કે, ‘ચિત્તવૃત્તિનો નિરોધ’ યોગ છે. તે યોગના આઠ અંગો બીજા સમાધિપાદમાં બતાવ્યા. તેથી એ પ્રાપ્ત થાય છે કે, યોગ ચિત્તવૃત્તિનો નિરોધ છે અને તેના કારણો યમનિયમાદિ આઠ છે. તે પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિ એ પણ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના કારણો છે.
કોઈ યોગી કોઈ એક વિષય ઉપર ધારણા કરે, ત્યારપછી ધ્યાન કરે અને ત્યારપછી સમાધિને પ્રાપ્ત કરે તો તે યોગીને સંયમ પ્રાપ્ત થાય અને તે સંયમના બળથી પ્રથમ નિરોધનો પરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારપછી સમાધિનો પરિણામ પ્રાપ્ત થાય છે અને તે સમાધિના પરિણામ અંતર્ગત એકાગ્રતાનો પરિણામ પ્રાપ્ત થાય છે.
આ નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતાના પરિણામનો પ્રકર્ષ પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત વૃત્તિનિરોધરૂપ યોગની પ્રાપ્તિ થાય છે માટે નિરોધના પરિણામ અને ચિત્તવૃત્તિનો નિરોધ એ સર્વથા એક નથી પરંતુ નિરોધનો પરિણામ પ્રકર્ષને પામીને નિરોધરૂપ યોગનું કારણ બને છે. આ પ્રકારનો અર્થ પાતંજલ યોગસૂત્રોના વર્ણન ઉપરથી પ્રાપ્ત થાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. [૩-૧૨ અવતરણિકા :
चित्तपरिणामोक्तं रूपमन्यत्राप्यतिदिशन्नाह - અવતરણિકાર્ય :
ચિત્તના પરિણામનું પાતંજલ યોગસૂત્ર ૩-૯/૧૧/૧૨માં કહેવાયેલું સ્વરૂપ અન્યત્ર પણ અતિદેશ કરતાં કહે છે –