________________
૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૨ ટીકાઃ ___ 'शान्तोदिताविति'-समाहितस्यैव चित्तस्यैकप्रत्ययो वृत्तिविशेषः शान्तः अतीतमध्वानं प्रविष्टः, अपरस्तूदितो वर्तमानेऽध्वनि स्फुरितः, द्वावपि समाहितचित्तत्वेन तुल्यावेकरूपालम्बनत्वेन सदृशौ प्रत्ययावुभयत्रापि समाहितस्यैव चित्तस्यान्वयित्वेनावस्थानं, स एकाग्रतापरिणाम इत्युच्यते ॥३-१२॥ ટીકાર્ય :
સમાહિતી .... ૩ખ્યતે | સમાધિને પામેલા જ ચિત્તનો એકપ્રત્યય વૃત્તિવિશેષ શાંત છે અર્થાત્ અતીત અધ્વમાં માર્ગમાં, પ્રવેશેલ છે. વળી બીજો અર્થાત્ સમાધિને પામેલા એવા ચિત્તનો બીજો પ્રત્યય ઉદિત છે અર્થાત્ વર્તમાન અધ્વમાં-માર્ગમાં, ફરિત છે. બંને પણ=શાંત અને ઉદિત બંને પણ, સમાહિતચિત્તપણાથી સમાધિને પામેલ ચિત્ત હોવાથી, તુલ્ય છે એકરૂપઆલંબનપણાથી સદેશ પ્રત્યયવાળા છે; કેમ કે ઉભયમાં પણ અતીત અધ્વમાં પ્રવેશ પામેલ અને વર્તમાન અધ્વમાં રહેલ, એ બંનેમાં પણ, સમાધિ પામેલ ચિત્તનું અન્વયિપણાથી અવસ્થાન છે તે એકાગ્રતાપરિણામ છે, એ પ્રમાણે કહેવાય છે. ||૩-૧ર.
ભાવાર્થ :
(૩) એકાગ્રતાપરિણામનું સ્વરૂપ :
સમાધિના પરિણામવાળા યોગીઓના ચિત્તમાં એક પ્રકારની વૃત્તિ શાંત થયેલી હોય છે અર્થાત્ જે પદાર્થોનો બોધ કરવાને અનુકૂળ જે વૃત્તિ પૂર્વમાં વર્તતી હતી તે વૃત્તિ શાંત થયેલી છે, તેથી તે વૃત્તિ અતીત માર્ગમાં પ્રવેશેલી છે. વળી બીજી વૃત્તિ વર્તમાનમાર્ગમાં સ્કુરાયમાન થઈ રહી છે અર્થાત્ જે વિષયમાં સ્થિર ઉપયોગ પ્રવર્તે છે તે ધ્યેયનો બોધ વર્તમાનના ઉપયોગરૂપે વર્તી રહ્યો છે અને ચિત્ત સમાધિવાળું હોવાથી શાંત થયેલો પરિણામ અને ઉદિત થયેલો પરિણામ એકઆલંબનપણાથી સદેશ પ્રત્યયરૂપે વર્તે છે અર્થાત્ કોઈ એક આલંબનને અવલંબીને વર્તમાનનો ઉપયોગ છે તે ઉપયોગમાં જે પરિણામ શાંત થયેલો છે અને જે પરિણામ વર્તમાનમાં ફુરાયમાન છે તે સતત સમાન ચાલે છે.
સંસારી જીવોમાં જે પરિણામ શાંત થયેલો હોય અને જે પરિણામ વર્તમાનમાં ઉપયોગરૂપે વિદ્યમાન છે તે સતત સમાન ચાલતો નથી પરંતુ ક્ષણ પૂર્વે જે શાંત થયેલો પરિણામ હોય તે બીજી ક્ષણમાં ઉદિત પણ થાય છે. જયારે એકાગ્રતાના પરિણામમાં જે પરિણામ શાંત થયેલો છે અને જે પરિણામ ઉદિત છે તે બંને એક આલંબન દ્વારા પ્રવાહરૂપે સદશ વર્તે છે અને આ પ્રવાહની અંદર સમાધિને પામેલા ચિત્તનો અન્વય છે, તેથી આ એકાગ્રતાનો પરિણામ સંસારી જીવોના પરિણામ તુલ્ય નથી.