________________
o
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૬ ટીકાર્ય :
થર્પત્નક્ષUT.. આવિર્ભવતિ | ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી જે ત્રણ પરિણામો કહેવાયા=પાતંજલયોગસૂત્ર ૩-૧૩માં કહેવાયા, તેમાં સંયમ કરવાથી અર્થાત્ તે વિષયમાં પૂર્વોક્ત સંયમ કરવાથી ક્રમસર ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી, સમાધિને કારણે યોગીને અતીત અને અનાગતનું જ્ઞાન આવિર્ભાવ પામે છે.
રૂમ્ ... તાત્પર્યમ્- અહીં આ તાત્પર્ય છે – અર્થાત્ ટીકામાં આગળ કહેવાય છે એ આ સૂત્રના કથનનું તાત્પર્ય છે –
મિન્ ....માવર્મતિ . આ ધર્મીમાં આ ધર્મ, આ લક્ષણ અને આ અવસ્થા અનાગત એવા અધ્વથી માર્ગથી, પાછા ફરીને વર્તમાન અધ્વમાં માર્ગમાં, સ્વવ્યાપાર કરીને અતીત અધ્વમાં-માર્ગમાં પ્રવેશ પામે છે એ પ્રકારે ત્યાગ કરાયેલ વિક્ષેપ પણાથી યોગી જ્યારે સંયમ કરે છે ત્યારે યત્કિંચિત્ અનુત્પન્ન એવા ઉત્પન નહિ થયેલા એવા, અથવા અતિક્રાંત એવા તે સર્વને યોગી જાણે છે. જે કારણથી ચિત્તનું શુદ્ધસત્વસ્વરૂપ પ્રકાશરૂપપણું હોવાથી અવિદ્યા વગેરે વિક્ષેપો વડે સર્વાર્થગ્રહણનું સામર્થ્ય દૂર કરાય છે. વળી જ્યારે તે તે ઉપાયો વડે વિક્ષેપો પરિહરણ કરાય છે દૂર કરાય છે, ત્યારે નિવૃત્તમનવાળા દર્પણની જેમ સર્વ અર્થ ગ્રહણનું સામર્થ્ય એકાગ્રતાના બળથી આવિર્ભાવ પામે છે. |૩-૧૬II.
ભાવાર્થ : ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામ ત્રણના સંયમથી અતીત અને અનાગતજ્ઞાનની પ્રાપ્તિ
ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી વસ્તુના ત્રણ પરિણામો છે તેનો સમ્યગુ બોધ કરીને યોગી જ્યારે તેમાં સંયમ કરે છે અર્થાત્ પ્રથમ તે સ્વરૂપ પ્રત્યે ચિત્તને સ્થાપન કરીને ધારણ કરે છે, ત્યારપછી એકાગ્રતા પ્રાપ્ત કરે છે અને ત્યારપછી ધ્યાનવિશેષરૂપ સમાધિને પામે છે, તેના બળથી તે યોગીને સર્વપદાર્થવિષયક અતીતનું અને અનાગતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈ પદાર્થવિષયક ધર્મ, લક્ષણ અને અવસ્થા પ્રત્યે સંયમ કરવાથી સર્વપદાર્થ વિષયક અતીતનું અને અનાગતનું જ્ઞાન કેમ થાય ? એથી કહે છે –
ચિત્તનું શુદ્ધસજ્વરૂપ પ્રકાશસ્વરૂપ છે, તેથી ચિત્તનું સર્વાર્થગ્રહણનું સામર્થ્ય છે, અવિદ્યાદિ વિક્ષેપો વડે ચિત્તનું તે સામર્થ્ય દૂર થાય છે. યોગી જયારે કોઈ પદાર્થ ઉપર સંયમ કરે છે ત્યારે તે તે ઉપાયો દ્વારા વિક્ષેપો પરિહાર પામે છે અર્થાત્ અત્યાર સુધી અવિદ્યાદિના વિક્ષેપો યોગીના ચિત્તમાં વર્તતા હતા તે દૂર થાય છે, તેથી જેમ નિવૃત્ત મળવાળા દર્પણમાં સન્મુખ રહેલ સર્વ પદાર્થોના ગ્રહણનું સામર્થ્ય છે, તેમ તે યોગીના ચિત્તમાં એકાગ્રતાના બળથી સર્વ અર્થના ગ્રહણનું સામર્થ્ય આવિર્ભાવ પામે છે. l૩-૧ાા