________________
૧o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૧-૧૨
ધ્યાનના કોઈ એક આલંબનમાં સદશ પરિણામિતા તે ચિત્તની એકાગ્રતા છે અને આ એકાગ્રતા ચિત્તનો ધર્મ છે. સમાધિપરિણામમાં એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે
સાધના માટે પ્રવૃત્ત યોગી સર્વાર્થતાનો ક્ષય કરીને આલંબનીભૂત કોઈ એક વિષયમાં સંદેશ પરિણામનો પ્રવાહ ચાલે તે પ્રકારે ચિત્તને પ્રવર્તાવે ત્યારે તે યોગીમાં સમાધિનો પરિણામ પ્રગટ થાય છે. નિરોધના પરિણામ કરતાં સમાધિના પરિણામમાં વિશેષતા :
અહીં પ્રશ્ન થાય કે, નિરોધના પરિણામમાં વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ હતો અને નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ હતો અને સમાધિના પરિણામમાં પણ સર્વાર્થતાનો ક્ષય છે, તેથી વ્યુત્થાનના સંસ્કારો પ્રવર્તતા નથી અને એકાગ્રતાનો ઉદય છે, તેથી નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ છે માટે નિરોધના પરિણામ કરતા સમાધિના પરિણામમાં શું ભેદ છે? તેનું સમાધાન કરતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –
નિરોધના પરિણામમાં વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ છે, ક્ષય નથી અને નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ છે, તેથી નિરોધકાળમાં એકાગ્રતાનો પરિણામ વર્તે છે તોપણ વ્યુત્થાનના સંસ્કારોથી તે યોગીને પાત થવાનો ભય રહે છે; કેમ કે વર્તમાનમાં વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ હોવા છતાં ક્ષય થયેલ નથી અને સમાધિના પરિણામમાં વ્યસ્થાનના સંસ્કારોનો સર્વથા નાશ થયેલ હોવાથી સર્વ અર્થને ગ્રહણ કરે તેવી સર્વાર્થતા તે યોગીને ક્યારેય પ્રગટ થતી નથી. ll૩-૧૧| અવતરણિકા:
तृतीयमेकाग्रतापरिणाममाह - અવતરણિકાર્ય :
ત્રીજા એકાગ્રતાના પરિણામને કહે છે – ભાવાર્થ :
પાતંજલ યોગસૂત્ર ૩-૯ની અવતરણિકામાં કહેલ કે ક્રમસર ત્રણ પરિણામોને સૂત્રકાર કહે છે. તેમાંથી સૂત્ર ૩-૯માં નિરોધનો પરિણામ બતાવ્યો, રત્ર ૩-૧૧માં સમાધિનો પરિણામ બતાવ્યો, હવે પ્રસ્તુત સૂત્ર ૩-૧૨માં એકાગ્રતાનો પરિણામ બતાવે છે. સૂત્ર : __शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः ॥३-१२॥ સૂત્રાર્થ :
શાન્ત અને ઉદિત સમાનપત્યયવાળો ચિત્તનો એકાગ્રતા પરિણામ છે. II3-૧રશા