________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૧૩-૧૪
લક્ષણ પરિણામ :
અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ કરનાર લક્ષ્યમાં રહેલો ધર્મ તે લક્ષણ, અને લક્ષ્યમાં તે લક્ષણ આવ્યા પછી બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં તે લક્ષણ અનુવૃત્તિરૂપે રહે તો તે લક્ષણપરિણામ છે.
૨૨
જેમ - ઘટ ઉત્પન્ન થયો ન હતો ત્યારે તે અનાગત અધ્વમાં હતો, અને જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે અનાગત અધ્યના પરિત્યાગથી વર્તમાન અધ્યનો સ્વીકાર કરે છે, તે પ્રથમ ક્ષણનો લક્ષણપરિણામ છે, અને બીજી ક્ષણમાં જો ઘટ નાશ પામે નહીં તો તે લક્ષણપરિણામ બીજી ક્ષણમાં પણ રહે છે ત્યારે, અનાગત અધ્યના પરિત્યાગપૂર્વક પ્રથમક્ષણવાળા વર્તમાન ઘટમાં વર્તતો લક્ષણપરિણામ અતીત અધ્વનો સ્વીકાર કરે છે અર્થાત્ બીજી ક્ષણમાં તે પ્રથમક્ષણવાળો લક્ષણ પરિણામ અતીતક્ષણવાળો બને છે. આ પ્રકારના પ્રથમ અને દ્વિતીય ક્ષણના લક્ષણપરિણામમાં ઘટ અનુવૃત્તિરૂપે છે, તેથી ઘટ અન્વયી છે અને પ્રથમક્ષણના લક્ષણપરિણામનો અને બીજી ક્ષણના લક્ષણપરિણામનો વ્યતિરેક=પરસ્પર ભેદ છે, તે વ્યતિરેક છે.
(૩) અવસ્થાપરિણામ :
અવસ્થાપરિણામ એટલે ઘટ ઉત્પન્ન થયા પછી જે આકારરૂપે અવસ્થિત હોય તે આકારરૂપે જ પછીની ક્ષણોમાં રહે, તો તે ઘટનો અવસ્થાપરિણામ છે.
જેમ – કોઈ ઘટ ઉત્પન્ન થયો હોય અને બીજી ક્ષણમાં તે રૂપે જ અવસ્થિત હોય તો ઘટની પ્રથમ અને દ્વિતીય ક્ષણ સદશ છે; કેમ કે પ્રથમ ક્ષણમાં ઘટરૂપે પરિણમન પામેલી ગુણવૃત્તિ અવશ્ય બીજી ક્ષણમાં સદંશરૂપે અથવા વિસદંશરૂપે પરિણમન પામે છે અને તે બંને અવસ્થાપરિણામમાં સદેશ અન્વયી ઘટ હોય તો અવસ્થાપરિણામ છે.
અવસ્થાપરિણામ અને લક્ષણપરિણામનો તફાવત ઃ
ઘટની અવસ્થામાં કોઈ પરિવર્તન થાય તો પૂર્વની ઘટની અવસ્થાનો પરિણામ ઉત્તરમાં નથી, આમ છતાં ઘટ ઉત્તરમાં પણ ઘટના લક્ષણવાળો છે. જેમ ઘટમાંથી એકાદ કાંકરી ખરી જાય તો ઘટનું લક્ષણ પૂર્વના ઘટમાં પણ હતું અને ઉત્તરના ઘટમાં પણ છે, પરંતુ અવસ્થાપરિણામ નથી; કેમ કે અવસ્થામાં ફેરફાર થયો છે. II૩-૧૩II
અવતરણિકા :
ननु कोऽयं धर्मीत्याशङ्क्य धर्मिणो लक्षणमाह
-
અવતરણિકાર્ય :
નનુ થી શંકા કરે છે કે આ ધર્મી કોણ છે ? એ પ્રકારની આશંકા કરીને ધર્મીનું લક્ષણ કહે છે ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૧૩માં ધર્મપરિણામનું લક્ષણ બતાવતાં ટીકામાં કહ્યું કે અવસ્થિત એવા