________________
૨૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૩ ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૯/૧૧/૧૨માં નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતાપરિણામનું સ્વરૂપ બતાવ્યું. તે દરેકમાં પૂર્વના પરિણામનો ત્યાગ અને ઉત્તરના પરિણામનો સ્વીકાર અને તે બંને પરિણામમાં અન્વયિ ચિત્ત છે તેમ બતાવ્યું. આ રીતે ચિત્તનું અન્વય-વ્યતિરેકસ્વરૂપ કહેવાયું. એવું સ્વરૂપ અન્યત્ર પણ છે એ બતાવતાં સૂત્રકાર કહે છે – સૂત્ર : __ एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः ॥३-१३॥
સૂત્રાર્થ :
આના દ્વારા–ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા, ભૂતો અને ઇન્દ્રિયોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ વ્યાખ્યાત કરાયા. Il3-૧all ટીકા :
‘एतेनेति'-एतेन त्रिविधेनोक्तेन चित्तपरिणामेन, भूतेषु स्थूलसूक्ष्मेषु, इन्द्रियेषु बुद्धिकर्मलक्षणभेदेनावस्थितेषु धर्मलक्षणावस्थाभेदेन त्रिविधः परिणामो व्याख्यातोऽवगन्तव्यः, अवस्थितस्य धर्मिणः पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरापत्तिः धर्मपरिणामः, यथा मृल्लक्षणस्य धर्मिणः पिण्डरूपधर्मपरित्यागेन घटरूपधर्मान्तरस्वीकारो धर्मपरिणाम इत्युच्यते, लक्षणपरिणामो यथा-तस्यैव घटस्यानागताध्वपरित्यागेन वर्तमानाध्वस्वीकारः, तत्परित्यागेन चातीताध्वपरिग्रहः, अवस्थापरिणामो यथा-तस्यैव घटस्य प्रथमद्वितीययोः सदृशयोः क्षणयोरन्वयित्वेन, यतश्च गुणवृत्ति परिणममाना क्षणमप्यस्ति ॥३-१३॥ ટીકાર્ય :
તેન વક્તવ્ય:, આના દ્વારા=પાતંજલ યોગસૂત્ર ૩-૯/૧૧/૧૨માં કહેવાયેલા ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા અર્થાત્ પૂર્વના પરિણામનો ત્યાગ, ઉત્તરના પરિણામનો પ્રાદુર્ભાવ અને તે બંનેમાં અન્વયિ એવું ચિત્ત છે એ પ્રકારે કહેવાયેલા ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા, સ્થૂલ અને સૂક્ષ્મ એવા ભૂતોમાં, બુદ્ધિસ્વરૂપ અને કર્મસ્વરૂપ ભેદથી અવસ્થિત=રહેલી એવી ઇન્દ્રિયોમાં, ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારનો પરિણામ વ્યાખ્યાન કરાયેલો જાણવો. ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારના પરિણામને સ્પષ્ટ કરતાં કહે છે –
વસ્થિતી .... રૂત્યુતે, અવસ્થિત એવા ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે અન્ય ધર્મની પ્રાપ્તિ થવી તે ધર્મપરિણામ છે.
જે આ પ્રમાણે છે – માટીસ્વરૂપ ધર્મીના પિંડરૂપ ધર્મના પરિત્યાગથી ઘટરૂપ ધર્માતરનો=અન્યધર્મનો