________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૮-૯ સૂત્રાર્થ :
નિર્બીજનું=નિર્બેજ સમાધિનું, તે પણ ધારણાદિ ત્રણ પણ બહિરંગ છે. Il3-૮ ટીકા :
'तदपीति'-बहिरङ्गं निर्बीजस्य-निर्बीजस्य निरालम्बनस्य शून्यभावनापरपर्यायस्य, समाधेरेतदपि योगाङ्गात्रयं बहिरङ्ग, पारम्पर्येणोपकारकत्वात् ॥३-८॥ ટીકાર્ય :
નિર્વાની ... ૩૫%ારત્ નિર્બીજનું બહિરંગ છે અર્થાત્ નિર્બીજનું=શૂન્યભાવના છે અપરપર્યાય જેમનો એવી નિરાલંબન સમાધિનું, આ પણ યોગાંગત્રય ધારણા, ધ્યાન અને સમાધિરૂપ યોગાંગત્રય, બહિરંગ છે; કેમ કે પરંપરાથી ઉપકારકપણું છે. l૩-૮ ભાવાર્થ : ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ત્રણ ચોગાંગો નિબજસમાધિના બહિરંગ :
પાતંજલ યોગસૂત્ર ૧-૫૧માં નિર્બેજસમાધિનું સ્વરૂપ બતાવ્યું એ પ્રમાણે નિર્બેજસમાધિ અસંમજ્ઞાતસમાધિ છે અને સંપ્રજ્ઞાતસમાધિમાં બાહ્યપદાર્થોને આલંબન કરીને સમાધિમાં યત્ન વર્તે છે. જયારે નિર્બીજ સમાધિમાં બાહ્ય પદાર્થોનું આલંબન લઈને યત્ન કરાતો નથી પરંતુ નેતિ નેતિ' એ પ્રકારે ઉલ્લેખથી શૂન્યભાવનાવાળી નિર્બીજ સમાધિ છે, તેથી શૂન્યભાવના એ નિર્બેજસમાધિનું અપર બીજું, નામ છે.
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ છેલ્લા ત્રણ યોગાંગો નિર્બેજસમાધિ પ્રત્યે સાક્ષાત્ કારણ નથી, પરંતુ સબીજ એવી સંપ્રજ્ઞાતસમાધિ પ્રત્યે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ છેલ્લા ત્રણ યોગાંગો સાક્ષાત્ કારણ છે. જે પરંપરાએ કારણ હોય તે બહિરંગ કારણ કહેવાય એ પ્રકારના નિયમ અનુસાર નિર્બેજસમાધિ પ્રત્યે ધારણાદિ ત્રણ યોગાંગો બહિરંગ કારણ છે, પરંતુ સંપ્રજ્ઞાતસમાધિ પ્રત્યે સાક્ષાત્ કારણ હોવાથી તે ત્રણેને વિભૂતિપાદમાં ગ્રહણ કરેલ છે, માટે સૂત્ર ૩-૭માં ધારણાદિ ત્રણેને અંતરંગ કહેલ છે. II3-૮ અવતરણિકા :
इदानीं योगसिद्धीराख्यातुकामः संयमस्य विषयपरिशुद्धि कर्तुं क्रमेण परिणामत्रयमाहઅવતરણિકાર્ય :
હવે યોગની સિદ્ધિને કહેવાની કામનાવાળા સૂત્રકાર સંયમના વિષયની પરિશુદ્ધિને કરવા માટે અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમના વિષયભૂત એવા ધ્યેયની પરિશુદ્ધિ કરવા માટે, ક્રમસર ત્રણ પરિણામને કહે છે–પ્રસ્તુત સૂત્રમાં વિરોધ પરિણામને, સૂત્ર ૩-૧૧માં સમાધિપરિણામને અને સૂત્ર ૩-૧૨માં એકાગ્રતાપરિણામને કહે છે –