________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫-૬ ધ્યાન અને સમાધિમાં યત્ન કરીને વારંવાર તે ત્રણેયને સુઅભ્યસ્ત કરવા યોગી પ્રયત્ન કરે છે અને અભ્યાસથી તે ત્રણેય સાત્મ્યભાવને=એકરૂપતાને, પામે ત્યારે યોગીને વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞાનો પ્રસવ=ઉત્પત્તિ થાય છે.
વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞા યોગીને પ્રગટે છે તે કેવી છે તે સ્પષ્ટ કરે છે
વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞાથી જ્ઞેય એવા પદાર્થો સમ્યગ્ ભાસે છે. આશય એ છે કે, યોગી માટે પ્રજ્ઞાથી જ્ઞેય આ ભવપ્રપંચથી ભિન્ન એવો પોતાનો આત્મા છે અને પોતે આ સર્વથી ભિન્ન છે એવી વિશેષ પ્રકારના જ્ઞાનરૂપ વિવેકખ્યાતિ=ભેદજ્ઞાન, યોગીને થાય છે તે પ્રજ્ઞાલોક છે અને આ ભેદજ્ઞાનના પ્રકર્ષથી જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ક્ષપકશ્રેણિ પ્રગટે છે; કેમ કે જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે પ્રજ્ઞાલોક એટલે પ્રાતિભજ્ઞાન, આ પ્રાતિભજ્ઞાનથી ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. II૩-૫ા
અવતરણિકા :
तस्योपयोगमाह
અવતરણિકાર્ય :
તેના=સંયમના, ઉપયોગને કહે છે અર્થાત્ ક્યા મથી સંયમને યોગી સેવે છે તે સ્પષ્ટ કરે છે
સૂત્ર ઃ
तस्य भूमिषु विनियोगः ॥ ३-६ ॥
સૂત્રાર્થ :
તેનો=સંયમનો, ભૂમિમાં વિનિયોગ કરવો જોઈએ. ||૩-૬।।
―
ટીકા :
'तस्येति'- तस्य= संयमस्य, भूमिषु = स्थूलसूक्ष्मालम्बनभेदेन स्थितासु चित्तवृत्तिषु, विनियोगः कर्तव्यः, अधरामधरां चित्तभूमिं जितां जितां ज्ञात्वोत्तरस्यां भूमौ संयमः कार्यः, न ह्यनात्मीकृताधरभूमिरुत्तरस्यां भूमौ संयमं कुर्वाणः फलभाग् भवति ॥३६॥
ટીકાર્ય :
तस्य મતિ । તેનો-સંયમનો, સ્થૂલ અને સૂક્ષ્મ આલંબનના ભેદથી સ્થિત એવી ચિત્તવૃત્તિરૂપ ભૂમિમાં વિનિયોગ કરવો જોઈએ.
વિનિયોગને સ્પષ્ટ કરે છે
નીચે નીચેની ચિત્તભૂમિ જીતી છે, જીતી છે એમ જાણીને ઉત્તરની ભૂમિમાં સંયમ કરવો જોઈએ,
......