________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪-૫
ભાવાર્થ :
એકવિષયમાં પ્રવર્તમાન ધારણા, ધ્યાન અને સમાધિનો શાસ્ત્રમાં સંચમસંજ્ઞારૂપવ્યવહાર :
યમ, નિયમાદિના સેવનથી પ્રત્યાહાર સુધીની ભૂમિકાને પામેલા યોગીઓ સંસારના ઉચ્છદ અર્થે કોઈ ધ્યેયને લક્ષ કરીને પ્રથમ ભૂમિકામાં ચિત્તને ત્યાં સ્થાપન કરે છે. ત્યારપછી તેમાં એકાગ્રતાને પ્રાપ્ત કરે છે અને તે એકાગ્રતા પરાકાષ્ઠાને પ્રાપ્ત થાય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે, તેથી એક ધ્યેયવિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ ક્રમસર પ્રવર્તી રહ્યા છે અને એક વિષયમાં ધારણાદિ ત્રણના પ્રવર્તને પ્રસ્તુત શાસ્ત્રમાં સંયમસંજ્ઞા તરીકે વ્યવહાર કરવામાં આવેલ છે. ૩-૪ll
અવતરણિકા :
तस्य फलमाह - અવતરણિકાર્ય :
તેના સંયમના, ફળને કહે છે –
સૂત્ર : તજ્ઞયાત્ પ્રજ્ઞાત્નિો: //રૂ
સૂત્રાર્થ :
તેના જયથી સંયમના જયથી, પ્રજ્ઞાલોક થાય છે. Il3-પી. ટીકા : ___ तदिति'-तस्य-संयमस्य जयाद्-अभ्यासेन सात्म्योत्पादनात्, प्रज्ञाया विवेकख्यातेरालोकः प्रसवो भवति, प्रज्ञाज्ञेयं सम्यगवभासयतीत्यर्थः ॥३-५॥ ટીકાર્ય :
તસ્ય તીત્યર્થ છે તેના=સંયમના, જ્યથી અભ્યાસ વડે સાભ્યના ઉત્પાદનથી=ધ્યેય પદાર્થની સાથે એકરૂપતાની પ્રાપ્તિ થવાથી, પ્રજ્ઞાનો વિવેકખ્યાતિનો, આલોકપ્રસવ, થાય છે અર્થાત્ વિવેકખ્યાતિની ઉત્પત્તિ થાય છે–પ્રજ્ઞાથી શેયનો સમ્યમ્ અવભાસ થાય છે અર્થાત્ સાધક્ની બુદ્ધિ જાણવા યોગ્ય પદાર્થને સમ્યમ્ રીતે પ્રકાશિત કરે છે. ll૩-પી
ભાવાર્થ :
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમનું ફળ :
જે યોગીઓ ધ્યેયને લક્ષ કરીને પ્રથમ ધારણ કરે છે, તે ધારણના વિષયમાં ચિત્ત સ્થિર થાય છે ત્યારે ધ્યાન પ્રગટે છે અને તે ધ્યાન પ્રકર્ષવાળું થાય છે ત્યારે સમાધિ પ્રગટે છે, આ રીતે ધારણા,