________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩-૪ પરમાત્મા ધ્યેય છે અને હું તેનું ધ્યાન કરું છું. આ પ્રકારની ઉપસ્થિતિવાળું એકાગ્ર ચિત્ત ધ્યાનકાળમાં વર્તે છે.
સમાધિકાળમાં ધ્યેય એવા પરમાત્માના આકારનો સમાવેશ થવાથી પરમાત્માના સ્વરૂપમાત્રનો નિર્માસ તે વખતે વર્તે છે, પરંતુ હું પરમાત્માનું ધ્યાન કરું છું એ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ ગૌણ બની જાય છે. તે અપેક્ષાએ તે ધ્યાનનો ઉપયોગ જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાના જેવો હોય છે. તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનરૂપ ત્રણની એકતાની પ્રાપ્તિરૂપ સમાધિ પ્રગટે છે.
સમાધિશબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – ચિત્તના વિક્ષેપોનો પરિહાર કરીને જેમાં મન સમ્યગ એકાગ્ર કરાય તે સમાધિ કહેવાય. સમાધિવાળા ચિત્તમાં સર્વ વિક્ષેપોના પરિહારપૂર્વક ધ્યેયમાત્રનો નિર્ભાવ હોવાથી સમાધિનો અર્થ ત્યાં સંગત થાય છે. ll૩-all અવતરણિકા :
उक्तलक्षणस्य योगाङ्गत्रयस्य व्यवहाराय स्वशास्त्रे तान्त्रिकी सज्ञां कर्तुमाह - અવતરણિતાર્થ :
કહેવાયેલા લક્ષણવાળા=પાતંજલયોગસૂત્ર ૩-૧/૨/૩માં બતાવેલા લક્ષણવાળા, યોગાંગત્રયનાર ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ત્રણ યોગાંગનો, વ્યવહાર કરવા માટે ત્રણેયનો એક સાથે એક્વાક્યતાથી ઉલ્લેખ કરવા માટે, સ્વશાસ્ત્રમાં પતંજલિરૂષિ પોતાના પાતંજલયોગદર્શનરૂપ શાસ્ત્રમાં, તાંત્રિકી સંજ્ઞાને કરવા માટે કહે છે – સૂત્ર :
त्रयमेकत्र संयमः ॥३-४।
સૂત્રાર્થ:
એકત્ર કોઈ એક ધ્યેયવિષય પદાર્થમાં ત્રણેનું ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ત્રણેનું, એકી સાથે હોવું તે સંયમ છે. I3-૪ll ટીકા?
'त्रयमिति'-एकस्मिन् विषये धारणाध्यानसमाधित्रयं प्रवर्तमानं संयमसञया शास्त्रे વ્યવયિતે રૂ-૪
ટીકાઈ:
મિન્... વ્યક્તિ એકવિષયમાં પ્રવર્તમાન પ્રવર્તી રહેલા, ધારણા, ધ્યાન અને સમાધિત્રય સંયમસંજ્ઞાથી શાસ્ત્રમાં વ્યવહાર કરાય છે. ll૩-૪ll.