________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩ સૂત્રાર્થ :
અર્થમાણનો નિભસિ=કેવલ ધ્યેય પદાર્થની જ પ્રતીતિ કરાવવાવાળું, સ્વરૂપ શૂન્ય જેવું ચિત્તનું પોતાનું સ્વરૂપ પણ શૂન્ય ભાસે એવું, તે જ=ધ્યાન જ, સમાધિ છે. II3-31
ટીકા :
___ 'तदेवेति'-तदेवोक्तलक्षणं ध्यानं यत्रार्थमात्रनि समर्थाकारसमावेशादुद्भतार्थरूपं न्यग्भूतज्ञानस्वरूपत्वेन स्वरूपशून्यतामिवाऽऽपद्यते स समाधिरित्युच्यते, सम्यगाधीयत एकाग्रीक्रियते विक्षेपान् परिहृत्य मनो यत्र स समाधिः ॥३-३॥ ટીકાર્ય :
તવ.... સમાધિ: જેમાં જ્ઞાનના ઉપયોગમાં, અર્થાકારના સમાવેશને કારણે=ધ્યાનના વિષયભૂત એવા અર્થના આકારનો સમાવેશ થવાના કારણે, ઉદ્ભૂતઅર્થસ્વરૂપ અર્થમાત્રનો નિર્માસ, તે જ્ય કહેવાયેલા લક્ષણવાનું ધ્યાન જ, જગુભૂત ગૌણભૂત, જ્ઞાનસ્વરૂપપણાના કારણે સ્વરૂપશૂન્યતા જેવું પ્રાપ્ત થાય છે તે સમાધિ એ પ્રમાણે કહેવાય છે.
સમાધિશબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – વિક્ષેપોનો પરિહાર કરીને મન જેમાં સમ્યમ્ આધીન કરાય છે એકાગ્ર કરાય છે, તે સમાધિ છે. |૩-૩||
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં આઠમા યોગાંગરૂપ સમાધિનું સ્વરૂપ :
યોગીઓ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પ્રાપ્ત કર્યા પછી ધ્યેયના વિષયમાં ચિત્તની ધારણા કરે છે, અને તે ધારણા કર્યા પછી તે ધ્યેયના વિષયમાં ચિત્ત એકાગ્ર બને છે ત્યારે ધ્યાન પ્રગટે છે અને ધ્યાન પ્રકર્ષવાળું થાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બને છે.
સમાધિકાલીન ધ્યાન કેવું છે તે બતાવતાં કહે છે –ધ્યાનકાળમાં ‘યોગી પોતે ધ્યાતા છે, ધ્યાનનો વિષય એ ધ્યેય છે અને ધ્યેયનું હું ધ્યાન કરું છું એ પ્રકારે ઉપસ્થિતિ હોય છે. જયારે સમાધિકાળમાં અર્થના આકારનો સમાવેશ હોવાથી ધ્યેયના આકારનો સમાવેશ હોવાથી, ઉદ્ભૂતઅર્થરૂપ અર્થમાત્રનો નિર્માસ વર્તે છે. અર્થાત્ સ્પષ્ટ ધ્યેય એવા અર્થમાત્રનો નિર્માસ વર્તે છે અને તે વખતનું ધ્યાન
ભૂતજ્ઞાનસ્વરૂપ બને છે હું આ ધ્યેયનું ધ્યાન કરું છું એ ગૌણ બને છે, માત્ર ધ્યેયનું સ્વરૂપ જ ઉપસ્થિત હોય છે તેથી જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાના જેવું તે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને સમાધિ કહે છે.
આશય એ છે કે, સામાન્યથી યોગીઓ પરમાત્માને ધ્યેય કરીને તેમાં ચિત્તને એકાગ્ર કરવા યત્ન કરે છે અને એકાગ્ર થયેલું ચિત્ત જયારે વર્તે છે ત્યારે યોગીને પ્રતીતિ હોય છે કે હું ધ્યાતા છું, આ