________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧ ટીકાર્ય :
જેમના ચરણકમળના સ્મરણથી અણિમાદિ વિભૂતિઓ ભવિજીવોને થાય છે તે ભૂતનાથ ભૂતિને માટે વિભૂતિ માટે, થાઓ ! ટીકાઃ
तदेवं पूर्वोद्दिष्टं धारणाद्यङ्गत्रयं निर्णेतुं संयमसज्ञाभिधानपूर्वकं बाह्याभ्यन्तरादिसिद्धिप्रतिपादनाय लक्षयितुमुपक्रमते । ટીકાર્થ :
તવં ... ૩૫#મ ા આ પ્રમાણે યોગીઓ યમ, નિયમાદિના સેવન દ્વારા પ્રત્યાહાર નામના યોગાંગને પ્રાપ્ત કરે છે ત્યારે ઇન્દ્રિય વિષયોથી પ્રત્યાહાર પરિણામવાળી બને છે અને યોગીઓને પોતાની ઇન્દ્રિયો પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના પ્રભુત્વથી યોગીને ઉત્તરમાં ધારણા, ધ્યાન અને સમાધિ પ્રગટે છે, તેથી પૂર્વમાં કહેવાયેલ ધારણાદિ અંગ ત્રયનો ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંગત્રયનો, નિર્ણય કરવા માટે બાહ્ય સિદ્ધિના અને અત્યંતરસિદ્ધિના પ્રતિપાદન માટે ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણની સંયમ સંજ્ઞા કહેવા પૂર્વક સંયમથી પ્રાપ્ત થતી બાહા અને અત્યંતર વિભૂતિને જણાવવા માટે ઉપક્રમ=પ્રારંભ, કરે છે. અવતરણિકા :
तत्र धारणायाः स्वरूपमाह - અવતરણિકાર્ય :
ત્યાં ધારણાના સ્વરૂપને કહે છે – સૂત્ર:
देशबन्धश्चित्तस्य धारणा ॥३-१॥
સૂત્રાર્થ :
ચિત્તનો દેશબંધ ધારણા છે. I૩-૧II
ટીકા : ___ 'देशेति'-देशे नाभिचक्रनासाग्रादौ चित्तस्य बन्धो-विषयान्तरपरिहारेण यत्स्थिरीकरणं सा चित्तस्य धारणोच्यते, अयमर्थः-मैत्र्यादिचित्तपरिकर्मवासितान्तःकरणेन यमनियमवता जितासनेन परिहृतप्राणविक्षेपेण प्रत्याहृतेन्द्रियग्रामेण निर्बाधे प्रदेशे ऋजुकायेन जितद्वन्द्वेन योगिना नासाग्रादौ सम्प्रज्ञातस्य समाधेरभ्यासाय चित्तस्य स्थिरीकरणं कर्तव्यमिति રૂ